Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકમાસમાં પ્રતિબંધિત કફ સિરપની 860 બોટલ સાથે 11 શખસ ઝડપાયા:શહેર-જિલ્લામાં SOGનું ઓપરેશન, બોરતળાવ, અલંગ, ભરતનગર અને વરતેજ પોલીસ મથકમાં ગુના નોંધાયા

    1 week ago

    ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત નશાકારક કફ સિરપનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને યુવા વર્ગ આ નશાના રવાડે ચઢી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ ટીમો બનાવી રેકી કરી દરોડા દરમિયાન છેલ્લા એક મહિનામાં 860 કફ સિરપની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 11 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ભરતનગર, બોરતળાવ, વરતેજ અને અલંગ પોલીસ મથકોમાં ગુના દાખલ કરાવ્યા હતા. ભરતનગર, બોરતળાવ, વરતેજ અને અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચના ને લઈ સ્પેસિયલ ઓપરેશન ગૃપના સ્ટાફની વિવિધ ટીમ બનાવી ભાવનગર જીલ્લામાં રેકી કરવામાં આવી હતી. જે આધારે એસ.ઓ.જી. ટીમે છેલ્લા એક મહિનામાં શહેર તેમજ જિલ્લાના ભરતનગર, બોરતળાવ, વરતેજ અને અલંગ પોલીસ મથકમાં અલગ ચાર ગુના દાખલ કરી કોડેઈન ફોસ્ફેટના ઘટક તત્વો ધરાવતી કફ સીરપની કુલ 860 બોટલ કિ રૂા.1,37,368 ની પકડવામાં આવી હતી. જેમાં કુલ 11 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. ક્યારે ક્યારે કફ સિરપ મામલે ગુના દાખલ કર્યા? જે પૈકી ગત.તા.6 જૂન 2026 ના રોજ ત્રાપજ ગામ, ભાવનગર જતા હાઈવે રોડના ઓવરબ્રીજ નીચેથી આરોપી વિષ્ણુ જીણાભાઈ ચુડાસમા (હાલ સરતાનપર તા.તળાજા)ના કબ્જાની રિક્ષામાંથી કફ શીરપની બોટલોનો નંગ-60 સાથે પકડી પાડી બે આરોપી સામે કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા એક માસ દરમિયાન ગત તા.17 મેં 2026ના રોજ કફ સિરપની 89 બોટલ સાથે પ્રવિણ રાજાભાઈ કલસારીયાને ઝડપી અન્ય કેવટ હરીશભાઈ ગોરડીયા સામે ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે ગત તા.26 મે 2026 ના રોજ કફ સિરપની 592 બોટલ કિં.રૂ.97,680ના જથ્થો કબ્જે કરી અફજલ રજાકભાઈ ખોરજીયા અને મહમદ રફિકભાઈ મોમીન સામે વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તેમજ ગત તા.29 મેં 2026 ના રોજ કફ સિરપની 119 બોટલ કિં.રૂ.11,962 નો મુદામાલ કબ્જે કરી બોરતળાવ પોલીસ મથકમાં કુલદીપ ભરતભાઈ કોલાદરા રહે વડવા તલાવડી, ભાવનગર, હાર્દિક મુકેશભાઈ ડાભી રહે.વડવા તલાવડી ભાવનગર,મિલન ધર્મેન્દ્રભાઈ સોલંકી રહે. વિઠ્ઠલવાડી ભાવનગર અને અમદાવાદના નાસીર નામના શખસ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પુરુષોત્તમ પીપળીયા 'ચિઠ્ઠી' લઈ બાગેશ્વરના દરબારમાં પહોંચે તે પહેલા અટકાયત:ઘરેથી નીકળતા જ પોલીસે બોલેરોમાં બેસાડી દીધા, બાબાએ કથામાં કહ્યું- હિંદુસ્તાનમાં દરબાર ન કરીએ તો શું બાંગ્લાદેશમાં કરું?
    Next Article
    MS યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય:GCAS પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વંચિત રહેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment