Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 8.55 લાખનો ગાંજો જપ્ત:પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીમાં વેપારી પરિવાર પર હુમલો અને પાંડેસરામાં ટેક્સી ડ્રાઈવરને છરી મારી 2 મોબાઈલની લૂંટ

    7 hours ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી 3 અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં ટેક્સી ડ્રાઈવર પર છરી વડે હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી છે, જ્યારે આ જ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે વેપારી અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો થયો છે. આ ઉપરાંત, સુરત રેલવે પોલીસ અને RPFની ટીમે 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ₹8.55 લાખની કિંમતનો 17.115 કિલોગ્રામ ગાંજો બિનવારસી હાલતમાં ઝડપી પાડયા છે. પાંડેસરામાં ટેક્સી ડ્રાઈવરને છરી મારી 2 મોબાઈલની લૂંટ પાંડેસરાની સાંઈ મોહન સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ટેક્સી ડ્રાઈવર અનિલ બદરીપ્રસાદ મીણા 11 નવેમ્બરની રાત્રે તિરુપતિ સર્કલથી અલથાણ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કારમાં પેસેન્જર તરીકે બેઠેલા 3 અને પાછળથી આવેલા 1 મળી કુલ 4 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો હતો. અન્ય કોઈ વસ્તુ ન મળતા આરોપીઓએ ડ્રાઈવરને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં લાંબા વાળ ધરાવતા શખ્સે છરી વડે હુમલો કરતા ડ્રાઈવરને જમણા પડખાના ભાગે ઈજા થઈ હતી. લૂંટારુઓ કુલ ₹20 હજારની કિંમતના 2 મોબાઈલ લૂંટી ફરાર થઈ જતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીમાં વેપારી પરિવાર પર હુમલો બીજી ઘટનામાં પાંડેસરાના બમરોલી રોડ સ્થિત પુનીત નગર સોસાયટીમાં રહેતા 41 વર્ષીય વેપારી શિવેન્દ્ર રાજેન્દ્ર સિંહ 12 નવેમ્બરની રાત્રે ઘર સામે બાઈક પાર્ક કરવા ગયા હતા. ત્યાં ઝાડ નીચે બેઠેલા પાડોશી જીતુ બગેલને ગાડી સાઈડમાં કરવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. જીતુ બગેલ તેમજ તેના મિત્રો રાહુલ, સંદીપ અને અન્ય 1 શખ્સે ભેગા મળી વેપારી, તેમના ભાઈ અને ભાભી પર પ્લાસ્ટિકની બેટ તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જે અંગે પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી ₹8.55 લાખનો ગાંજો જપ્ત ત્રીજી ઘટનામાં સુરત રેલવે પોલીસ (GRP) અને RPFના સ્ટાફે 14 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ વ્યારા રેલવે સ્ટેશનથી પસાર થયા બાદ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રિઝર્વેશન કોચ નંબર B/6 ની સીટ નંબર 57 થી 62 નીચે શંકાસ્પદ હાલતમાં પડેલી 1 બ્રાઉન ટ્રોલીબેગ અને કાળા બેકપેકમાંથી 17.115 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસના ડરથી અજાણ્યો શખ્સ ₹8,55,750 ની કિંમતનો આ મુદ્દામાલ બિનવારસી છોડીને ફરાર થઈ ગયો હતો. સુરત રેલવે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    India clinch bronze at ITPF World Cup after fighting back on final day
    Next Article
    26/11 के टारगेट नारिमन हाउस की तस्वीरें और लोकेशन जुटा रहा था युवक, ATS ने पकड़ा; विदेशी हैंडलर्स से जुड़े तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment