Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસામના ઇતિહાસમાં સૌથી વધુ 85.38% મતદાન:પુડુચેરીમાં 90% મતદાન; કેરળમાં 49 વર્ષમાં બીજી વખત રેકોર્ડ વોટ પડ્યા

    1 day ago

    દેશના બે રાજ્યો આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ગુરુવારે (9 એપ્રિલ) સાંજે 6 વાગ્યા સુધી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. ચૂંટણી પંચ અનુસાર રાત્રે 8 વાગ્યા સુધી આસામમાં 85.38% મતદાન થયું. આસામના ઇતિહાસમાં આ સૌથી વધુ મતદાનનો આંકડો છે. કેરળમાં છેલ્લા 49 વર્ષમાં બીજું સૌથી વધુ મતદાન થયું, અહીં 78.01% મત પડ્યા. 1977માં રેકોર્ડ 79.2% મતદાન થયું હતું. જ્યારે પુડુચેરીમાં 89.81% મતદાન થયું. આસામમાં ચૂંટણી સંબંધિત હિંસામાં લગભગ 30 લોકો ઘાયલ થયા અને સાત લોકોની ધરપકડ કરવામાં આવી. શ્રીભૂમિ જિલ્લાના પથારકંડીમાં કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચેની આ અથડામણમાં લગભગ 25 લોકો ઘાયલ થયા, જેમાંથી બેની હાલત ગંભીર છે. પુડુચેરીમાં મન્નાદિપેટમાં પોલિંગ બૂથ પર કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે અથડામણ થઈ. પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો. પુડુચેરીના મુખ્યમંત્રી CM રંગાસ્વામી મતદાન કરવા માટે પોલિંગ બૂથ સુધી બાઇક પર પહોંચ્યા. કેરળમાં પૂર્વ રક્ષા મંત્રી અને કોંગ્રેસ નેતા એકે એન્ટનીએ તિરુવનંતપુરમમાં વોટ આપ્યો. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં મા કામાખ્યા મંદિરમાં પૂજા કરી. ત્યારબાદ પત્ની સાથે જાલુકબારીમાં વોટ આપ્યો. આસામમાં 126 બેઠકો પર 41 પક્ષોના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે, કેરળમાં 2.71 કરોડ મતદારો 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. અહીં 140 બેઠકો છે. પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન થયું. ત્રણય રાજ્યોમાં ચાલી રહેલા મતદાનની માહિતી માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધ યુદ્ધવિરામ- પાકિસ્તાની PMને નોબેલ આપવાની માગ:PAKની પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, ધારાસભ્યો બોલ્યા- સેના પ્રમુખને પણ નોમિનેટ કરો
    Next Article
    સંજય ગઢવીનું નામ ખોખરા વોર્ડની મતદાર યાદીમાં ઉમેરવા હાઇકોર્ટનો હુકમ:SIRમાં AMCની મતદાર યાદીમાં નામ નહીં, 11 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ; મળતી માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment