Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ કનકાઈ મંદિરે ચૈત્ર આઠમે ભક્તિમય માહોલ:850 વર્ષ પ્રાચીન ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને સંતવાણી યોજાઈ

    14 hours ago

    સોમનાથ નજીક આવેલા 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજી મંદિરે ચૈત્ર માસની આઠમ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ. સોમનાથથી આશરે બે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા આ ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો અને ધાર્મિક વિધિઓ કરી હતી. દિવસ દરમિયાન યોજાયેલા મહાપ્રસાદમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કનકાઈ માતાજીને વિવિધ જ્ઞાતિના લોકો કુળદેવી તરીકે પૂજે છે. આથી સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર પાસેના ઐતિહાસિક કુંડ વિશે એવી લોકવાયકા છે કે માતાજી તેમાંથી પ્રગટ થયા હતા, જે આ સ્થળની ધાર્મિક મહત્તામાં વધારો કરે છે. ચૈત્ર આઠમના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. પ્રભાસપાટણ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાંજે યોજાયેલા ભક્તિમય લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કનકાઈ માતાજી મિત્ર મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી મહેશગીરી શંભુગીરી ગૌસ્વામી સેવા આપી રહ્યા છે. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા, તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ બામણીયા, દેવાભાઈ સહિત અનેક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'જે ભાજપને 40 સીટ આપી, તેજ તમને દંડા મારે છે':અમરેલીમાં કેજરીવાલે કહ્યું-'AAPની સરકાર બનાવો, ગુજરાતની દરેક મહિલાના એકાઉન્ટમાં 1-1 હજાર આવવાના શરૂ થઈ જશે'
    Next Article
    6 PM Gujarati News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Weather | Superfast News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment