Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતીઓ આનંદો, ટૂંક સમયમાં ચાલશે મેટ્રો:આજથી ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી. પર દોડી મેટ્રો

    11 hours ago

    સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.તેની સાથે સાથે આ લંબાઈ એટલે કે 8.5 કિમીના રૂટ પર ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે . જ્યારે ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલી છે. આ ટ્રાયલમાં ટ્રેન રન આશરે 500 કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી તથા RDSO, CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે. જેની આજના ટ્રાયલ રનથી શરૂઆત થઈ છે. ડ્રીમ સિટીથી સરથાણા અને સારોલીથી ભેંસાણ મેટ્રો ટ્રેન દોડશે 18 જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રીગણેશ થયા હતા. 40.45 કિમીના બે રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે. જેમાં ડ્રીમ સિટીથી સરથાણા (ડાયમંડ કોરિડોર) અને સારોલીથી ભેંસાણ (ટેક્સટાઈલ કોરિડોર) છે. 5 વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હવે હાય તોબા પોકારી ઊઠ્યા છે. જૂન 2026 સુધીમાં મેટ્રો ફુલફ્લેઝમાં શરૂ થઈ જશે ટ્રાફિકની પરેશાનીની સાથે સાથે લોકોના ધંધા-રોજગાર પર પણ મોટી અસર પડી છે, ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જેથી આ સમસ્યાનો કોઈ અંત આવે, પરંતુ મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જૂન 2026 સુધીમાં મેટ્રો ફુલફ્લેઝમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું છે. આ તારીખ બાદ મેટ્રોના શુભારંભ માટે નવી કોઈ તારીખ ના આવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે સુરત મેટ્રો ટ્રેનની વિશેષતાએ છે કે, દરેક ટ્રેન 3 કોચની બનેલી હશે. ટેકનોલોજી એવી છે કે આ ડ્રાઈવરલેસ ટ્રેન ઓપરેશન સિસ્ટમથી ચાલશે અને તેની ગતિ પ્રતિ કલાક 80 કિ.મી.ની હશે. તમામ ટ્રેનો સીસીટીવી કેમેરા, ફાયર ડિટેક્શન સિસ્ટમ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ હશે. સુરત મેટ્રો રેલના કોચ ગુજરાત અને સુરતની સંસ્કૃતિ અને સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને ધ્યાને રાખીને ઇન્ટિરિયર કરવામાં આવનાર છે. ડાયમંડ શેપ, ગરબા, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ વગેરેની થીમ સાંકળી લેવાય તેવું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રસ્તાવિત ભાડા અમદાવાદ કરતાં ભાડાં વધુ હોવાથી ફેરફાર શક્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ વિભાગની રચના પછી અંતિમ ભાડા સ્લેબ નક્કી કરાશે. ભાડા સ્લેબ શરૂઆતમાં સ્થાપિત કરાયા છે. ઓપરેટિંગ વિભાગની રચના પછી મુસાફરોની સંખ્યા, સંચાલન ખર્ચ, વીજળી અને જાળવણી ખર્ચ અને સરકારી સબસિડી જેવા પરિબળોના આધારે ભાડામાં ફેરફાર કરાશે.દરખાસ્તમાં અમદાવાદ મેટ્રો કરતાં સુરત મેટ્રો માટે વધુ ભાડું સૂચવવામાં આવ્યું છે, જેથી સ્લેબ ઘટાડી શકાય છે. લાંબા અંતરની મુસાફરી કરનારને ફાયદો પ્રસ્તાવિત ભાડા સ્લેબ મુજબ, લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ફાયદો થશે. એકથી ત્રણ સ્ટેશન વચ્ચે મુસાફરી કરવા માટે ₹10નો ખર્ચ થશે, જ્યારે ૨૦ કે તેથી વધુ સ્ટેશનોની મુસાફરી માટે ફક્ત ₹40નો ખર્ચ થશે.ઓટો-રિક્ષા અને ખાનગી વાહનોની તુલનામાં મેટ્રોને વધુ સસ્તું વિકલ્પ બનાવવા માટે અંતરના આધારે આ ભાડું નક્કી કરવામાં આવી રહ્યું છે.જોકે, સુરત મેટ્રોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ દરખાસ્ત માટે ફક્ત પ્રારંભિક વિચારણા છે. ઓપરેટિંગ વિભાગ રચાયા પછી ભાડા માળખા પર નવો નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    IPL ચાલુ થતા પહેલા જ ગીલને વાંધો પડ્યો:રોહિતને જોઈ નીતા અંબાણી શોક થઈ ગયા; પહેલી મેચમાં જ અનન્યા બિરલા, અનુષ્કા, કાવ્યા મારન દેખાઈ
    Next Article
    Opinion: Opinion | India At WTO: Balancing Principles And Pragmatism

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment