Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન:ઉદયપુરના 84 બાળકોને ફેક્ટરીઓમાંથી મુક્ત કરાવાયા, 5000 માટે સાડીમાં દોરા કાપવા-મશીન ચલાવવાનું જોખમી કામ કરાવાતું

    16 hours ago

    સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) અને રાજ્ય બાળ આયોગની ટીમે આજે 13મેએ બુધવારે સંયુક્ત કાર્યવાહી કરીને સુરતની અલગ-અલગ ફેક્ટરીમાંથી 84 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે. જેમની પાસે મહિનાના 5થી 8 હજારમાં આખો મહિનો શોષણ કરાતું હતું. સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત 6 સ્થળે દરોડા રાજસ્થાનથી આવેલી 20 સભ્યની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 જેટલા લોકેશન પર પુણા પોલીસને સાથે રાખી એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક પર નજર રાખી રહી હતી. સાડીમાં દોરા કાપવા-મશીન ચલાવવાનું જોખમી કામ રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર 7થી 14 વર્ષની વચ્ચે છે. આ માસૂમ બાળકોને સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલી નાની-નાની યુનિટોમાં કામે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓમાં દોરા કાપવાનું કરતા હતા, તો કેટલાક બાળકો પાસે જોખમી મશીનો ચલાવવામાં આવતા હતા. આ બાળકો દિવસભર ફેક્ટરીના ધુમાડા અને અવાજ વચ્ચે કામ કરવા મજબૂર હતા. માત્ર 5થી 8 હજારમાં આખા મહિનાનું શોષણ તપાસમાં સામે આવ્યું છે કે, આ બાળકોને મજૂરીના નામે દર મહિને માત્ર 5 હજારથી 8 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ગરીબીનો લાભ ઉઠાવીને એજન્ટો આ બાળકોને થોડા મહિના પહેલા જ સુરત લાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે રેસ્ક્યુ કરાયેલા મોટાભાગના બાળકો સ્કૂલ ડ્રોપઆઉટ છે, એટલે કે તેઓએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 2019માં પણ આ જ રીતે બાળકોને છોડાવાયા હતા બાળકોને લાવી સુરતમાં મજૂરી કરાવવાનું પ્રમાણ ચિંતાજનક છે. અગાઉ 2019માં પણ બાળ આયોગે સુરતમાં રેડ પાડીને ઉદયપુરના અનેક બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલમાં ટીમ દ્વારા ફેક્ટરી સંચાલકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાળકોના વાલીઓનો રાજસ્થાન પોલીસ દ્વારા પણ સંપર્ક કરવામાં આવશે. તમામ બાળકોને બસ મારફતે રાજસ્થાન રવાના કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ટેક્સટાઈલ માર્કેટમાંથી અધધધ 84 બાળમજૂરો મળી આવ્યા, સુરત કલેકટર બદલાયા
    Next Article
    મુળીમાં 57,113 દારૂ-બિયરની બોટલોનો નાશ કરાયો:ચોટીલા SDMની અધ્યક્ષતામાં રૂ.1.57 કરોડનો મુદ્દામાલ નષ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment