Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એકલા રહેતા 84 વર્ષીય વૃદ્ધાની હત્યા:ફ્લેટમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી, હત્યારો ફ્લેટને બહારથી તાળું મારી ફરાર; પરિચિત હોવાની આશંકા

    12 hours ago

    સુરતના નાનપુરા વિસ્તારની TTV હાઈસ્કૂલ સામે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા 84 વર્ષીય આમેનાબેનની તેમના ફ્લેટમાં જ હત્યા કરી દેવામાં આવી. પતિ અને પુત્રના મોત બાદ એકલા જ રહેતા હતા. બહેન સાથે મુંબઈ જવાના હોય સોમવારે કપડા પેક કરવા ફ્લેટ પર ગયા હતા. પરંતુ, પરત ન આવતા બહેન ફ્લેટ પર તપાસ કરવા ગયા તો લોહીલુહાણ હાલતમાં લાશ મળી. હત્યા કર્યા બાદ હત્યારો ફ્લેટને બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હોય કોઈ પરિચિત જ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. બહેન સાથે મુંબઈ જવાના હતા તે પહેલા જ હત્યા આમેનાબેન છેલ્લા દોઢ મહિનાથી નજીકમાં જ વિધનેશ્વર એસ્ટેટમાં રહેતા તેમના નાના બહેન દુરરીયા સિરાજ મોતીવાલા (ઉ.વ. 71)ના ઘરે રહેતા.રોજ સવારે પોતાના ફ્લેટ પર જતા અને બપોરે પરત ફરતા. બન્ને બહેનોને મુંબઈ જવાનું હોવાથી આમેનાબેન સોમવારે સવારે 9:30 વાગ્યે બેગ પેક કરવા પોતાના ઘરે ગયા'તા. બપોરે 2:40 વાગ્યે બહેન સાથે તેમની છેલ્લી વાત થઈ. જોકે, સાંજ સુધી તેઓ પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા દુરરીયાબેન તપાસ કરવા ફ્લેટ પર પહોંચ્યા. દરવાજાને બહારથી તાળું હોવાથી ડુપ્લીકેટ ચાવીથી ખોલતા અંદર આમેનાબેનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો. ગળેટૂંપો આપી માથામાં તીક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા વૃદ્ધાની લાશ જોતા જ પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. અઠવાલાઇન્સ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું. પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી તેમજ માથાના ભાગે કોઈ સાધન વડે ગંભીર ઈજા પહોંચાડવાથી થયું. આટલું જ નહીં, હત્યારાના હુમલામાં વૃદ્ધાની છાતીની પાંસળી પણ તૂટી ગઈ હોવાનું સામે આવ્યું, જે દર્શાવે છે કે હત્યા કેટલી ક્રૂરતાપૂર્વક કરવામાં આવી. હત્યા બાદ મૃતકનો મોબાઈલ ગાયબ, પરિચિત જ હોવાની આશંકા હત્યા બાદ હત્યારો ઘરને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો અને વૃદ્ધાનો મોબાઈલ પણ ગાયબ છે. ઘરને બહારથી તાળું માર્યું હોવાથી કોઈ પરિચિત વ્યક્તિની જ આ હત્યામાં સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાય રહી છે. બિલ્ડીંગમાં સીસીટીવી ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. પતિ અને એકમાત્ર પુત્રના મોત બાદ એકલા રહેતા આમેનાબેનનું જીવન અત્યંત દુઃખદ રહ્યું છે. તેમના પતિ અબ્દેઅલીનું 40 વર્ષ અગાઉ હાર્ટએટેકથી અવસાન થયું હતું. જ્યારે તેમના એકમાત્ર અને અપરિણીત પુત્ર શબ્બીરનું પણ વર્ષ 2017માં હાર્ટ એટેકથી જ મૃત્યુ નીપજ્યું હતું. પતિ અને પુત્રની છત્રછાયા ગુમાવ્યા બાદ આમેનાબેન મોનાલિસા એપાર્ટમેન્ટમાં તદ્દન એકલા જ રહેતા. વૃદ્ધાવસ્થામાં એકલવાયું જીવન વિતાવી રહેલા આમેનાબેનની આવી કરુણ હત્યાથી સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    अगर आपको काट ले सांप... तो जानें काटने के बाद तुरंत क्या करें और किन गलतियों से बचें
    Next Article
    ભરૂચમાં ગણેશોત્સવ માટે નિર્માલ્ય રથનું પ્રસ્થાન:પંડાલોમાંથી પૂજાપો એકત્ર કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે, જળ પ્રદૂષણ અટકાવવાનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment