Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરો ત્રાટક્યા:ધોળા દિવસે વેપારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 8.30 લાખની ચોરી

    18 hours ago

    જામનગર શહેરના યાદવનગરમાં વેપારી કમ ખેડુતના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરો દિવાલ ટપીને અંદર ત્રાટકીને રોકડ રૂ.8.30 લાખ અને સોનાની વીંટીની ચોરી કરી ગયાની ફરિયાદથી પોલીસમાં દોડધામ મચી ગઈ છે. એક શકમંદને ઉઠાવી લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. શહેરના યાદવનગર આહીર સમાજની બાજુમાં રહેતા અને અનાજ કરીયાણાના વેપારી કમ ખેડુત નારણભાઈ હમીરભાઈ કંડોરીયા (ઉ.વ.43) નામના યુવક ગત તા.2ના રોજ પોતાના પરિવાર સાથે સવારમાં 9 વાગ્યાના વેલકમ વોટરપાર્કમાં ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખસોએ ઘરની બહાર આવેલ દિવાલ ટપીને અંદર ઘુસ્યા હતા અને રૂમનો દરવાજાનું તાળુ તોડી રંમમાં રાખેલ દરવાજાનો લોક તોડી કબાટની અંદરની તીજોરીનું લોક તોડી નાંખ્યું હતું. જેમાંથી રોકડ રૂ.8.30 લાખ તેમજ એક સોનાની વીટી રૂ.30 હજારની મળીને કુલ રૂ.8.60 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની વેપારી પરિવાર સાંજે પાંચ વાગ્યે ઘરે આવતા જાણ થઈ હતી. જેથી તે અંગેની સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.બી.ડાભી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે વિસ્તારમાંથી સીસીટીવી ફુટેજ પણ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસે એક શકમંદને ઉપાડી લીધો છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ખેતીના પાકના વેંચાણના રૂપિયા આવ્યા' તા વેપારી અનાજ-કરીયાણાની દુકાન ધરાવતા હોય અને પોતાના ગામમાં ખેતીની જમીન પણ છે, તે જમીન ભાગમાં વાવવા આપેલ હોય, તેમાં થયેલા પાક વેંચાણના રુપિયા આવ્યા હતા. જે અંગેના બિલ પણ પોલીસમાં રજુ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    છરીની અણીએ આચરી લૂંટ:શહેરમાં ડિલિવરી બોયને છરીની ‎અણીએ બે શખસો લૂંટી પલાયન‎
    Next Article
    શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ:જામનગર શહેરની શાળા નં. 18ની 7‎વિદ્યાર્થીનીઓ રાજ્ય મેરીટમાં ઝળકી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment