Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે કડક કાર્યવાહી:રેક્સટોન-ટી સિરપનો રુપિયા 83 લાખનો જથ્થો પ્રતિબંધિત, એક પેઢીનો પરવાનો રદ; સાતને નોટિસ

    9 hours ago

    ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાના ગેરકાયદે સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ કરાયેલી આ ઝુંબેશમાં અમદાવાદ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાલાજી ફાર્માનો ₹ 83.07 લાખથી વધુનો કોડીનયુક્ત દવાનો જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સાથે જ કુલ 7 પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે એક પેઢીનો દવા વેચાણનો પરવાનો કાયમી રદ કરી દેવાયો છે. બાલાજી ફાર્મામાં 37,762 બોટલ મળી અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગરની બાલાજી ફાર્મામાં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની 37,762 બોટલ મળી આવી હતી. એક બોટલની MRP 220 રુપિયા મુજબ આ જથ્થાની કિંમત ₹ 83,07,640 થાય છે. દવાનો વધુ ઉપયોગ કે વેચાણ ન થાય તે માટે સમગ્ર જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ઉપરાંત નિયમ મુજબ પૃથ્થકરણ માટે દવાનો નમૂનો લેવામાં આવ્યો છે. ખરીદ-વેચાણના રેકર્ડની તપાસમાં પેઢી મુખ્યત્વે કોડીનયુક્ત દવાનો વેપાર કરતી હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. કલોલની પેઢીનો પરવાનો રદ, અન્ય પેઢી સામે પણ કાર્યવાહી કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્મામાં 31 ઓગસ્ટે થયેલી તપાસ બાદ ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ અપાઈ હતી. જો કે પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા તેનો દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. ચાંગોદરની ફાર્માલિન લાઈફસાયન્સિસ, સાંતેજની રેઈન રેમેડીઝ, વિસનગરની કેપિટલ ફાર્મા, અમદાવાદ-1ની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ અને જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ સામે પણ તપાસ કરવામાં આવી છે. ખરીદ-વેચાણના બિલો, રેકર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ક્ષતિઓ જણાતા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાં 57 બોટલના વેચાણ પર પ્રતિબંધ અમદાવાદની જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની 57 બોટલ મળી આવી હતી. ₹ 158ની MRP મુજબ તેની કિંમત ₹ 9,006 થાય છે. આ જથ્થો પણ વધુ ઉપયોગ કે વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરાયો છે. પેઢીના રેકોર્ડની તપાસમાં મુખ્યત્વે કોડીનયુક્ત દવાઓનો વેપાર થતો હોવાનું જણાયું હતું. કૃષ્ણા ફાર્મા સામે નોટિસની પ્રક્રિયા ચાલુ કઠવાડાની કૃષ્ણા ફાર્મામાં પણ તપાસ દરમિયાન ક્ષતિઓ સામે આવી છે અને પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ પેઢીઓના કોડીનયુક્ત દવાઓના ખરીદ-વેચાણના રેકોર્ડ, બીલો અને સંબંધિત દસ્તાવેજોની વધુ તપાસ ચાલુ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગ સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી કરી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે કાયદા અને નિયમો મુજબ કડક પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જનતાના આરોગ્યના હિતમાં કોડીનયુક્ત દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર માર્ગે થાય તે સુનિશ્ચિત કરવા તપાસ અને દેખરેખની કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના પ્રશાંત ઓઝારકરે કુડો ટુર્નામેન્ટમાં બે મેડલ જીત્યા:એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું
    Next Article
    In A First, IIT Madras Welcomes Students From Classes 9 To 12 To Learn Data Science, Aerospace

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment