Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તિનો મહાસંગમ:822 રૂદ્રાભિષેક, 580 મહામૃત્યુંજય યજ્ઞ સહિત અનેક અનુષ્ઠાનો યોજાયા

    20 hours ago

    પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ અને આસ્થાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. દેશભરમાંથી હજારો શિવભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને વિવિધ ધાર્મિક પૂજા-અનુષ્ઠાનોમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. દિવસભર મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પાવન અવસરે ભક્તોએ અનેક ધાર્મિક સેવાઓનો લાભ લીધો હતો. જેમાં 77 ધ્વજાપૂજા અને 70 સોમેશ્વર પૂજાનો સમાવેશ થાય છે. શિવભક્તોએ આ પૂજાઓ દ્વારા ભગવાન સોમનાથ પ્રત્યે પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મહાદેવની આરાધનામાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ ખાતે 822 રૂદ્રાભિષેક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલા રૂદ્રાભિષેકથી સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. આ ઉપરાંત, 324 મહામૃત્યુંજય જાપમાં પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. મહામૃત્યુંજય મંત્રના જાપથી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. સાથે જ ૨૫ પાઠાત્મક લઘુરુદ્રનું પણ આયોજન કરાયું હતું, જેમાં શિવભક્તોએ ધાર્મિક અનુષ્ઠાનનો લાભ લીધો હતો. દિવસ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં 580 મહામૃત્યુંજય યજ્ઞ યોજાયા હતા. વૈદિક પરંપરા મુજબ આયોજિત આ યજ્ઞોમાં મંત્રોચ્ચાર અને આહુતિ સાથે ભક્તોએ મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરી હતી. આમ, શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મહાદેવના દર્શન અને વિવિધ પૂજા-અનુષ્ઠાનોમાં ભાગ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ દ્વારા પ્રફુલભાઈ પટેલના કાર્યકાળની ઉજવણી:જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમોના આયોજન માટે બેઠક
    Next Article
    સાસુએ કહ્યું- 'તું મરી કેમ નથી જતી':ત્રાસથી કંટાળી બ્યુટી પાર્લર સંચાલિકાએ ફિનાઈલ પીધું, પતિ અને સાસુ સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment