Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુકન્યા યોજનામાં 8.2% અને PPF પર 7.1% વ્યાજ મળતું રહેશે:સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સતત 11મા ત્રિમાસિક ગાળામાં વ્યાજ દર સ્થિર

    1 day ago

    સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક એટલે કે નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ત્રિમાસિક માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ જેવી કે- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), પોસ્ટ ઓફિસ FD, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત 11મું ત્રિમાસિક છે, જ્યારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે છેલ્લે ડિસેમ્બર 2023માં વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 7.1% વ્યાજ દર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2% વ્યાજ મળતું રહેશે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજ દરો 4%થી 8.2% વચ્ચે છે. સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે નિર્ણય લેતા પહેલાં દેશમાં રોકડ અને મોંઘવારીની સ્થિતિ પર પણ નજર રાખે છે. આ યોજનાઓની સમીક્ષા દર ત્રણ મહિને થાય છે. વ્યાજ દરોની દર ત્રિમાસિકે સમીક્ષા થાય છે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોની દર ત્રિમાસિકે સમીક્ષા થાય છે. તેમના વ્યાજ દર નક્કી કરવાનો ફોર્મ્યુલા શ્યામલા ગોપીનાથ સમિતિએ આપ્યો હતો. સમિતિએ સૂચન કર્યું હતું કે આ સ્કીમના વ્યાજ દરો સમાન મેચ્યોરિટી ધરાવતા સરકારી બોન્ડના યીલ્ડ કરતાં 0.25-1.00% વધારે હોવા જોઈએ. ઘરગથ્થુ બચતનો મુખ્ય સ્ત્રોત છે આ સ્કીમો સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ભારતમાં ઘરગથ્થુ બચતનો મુખ્ય સ્ત્રોત છે. આ સ્કીમોમાં થાપણદારોને તેમના પૈસા પર નિશ્ચિત વ્યાજ મળે છે. તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાંથી થયેલું કલેક્શન નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (NSSF)માં જમા કરવામાં આવે છે. સ્મોલ સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે
    Click here to Read More
    Previous Article
    રનચેઝમાં ઈન્ડિયન ઓપનર્સની તોફાની બેટિંગ:રોહિતે છગ્ગા સાથે માત્ર 32 બોલમાં ફિફ્ટી પૂરી કરી, ગિલે પણ સતત બીજી મેચમાં 50+ સ્કોર બનાવ્યો
    Next Article
    ભારતીય પાઇલટે વિમાનને ક્રેશ થવાથી બચાવ્યું:છરીથી હુમલો કરી રહેલા કો-પાઇલટ સામે લડ્યો, ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટનું સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment