Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાટ કોહલી સેન્ચુરી ચૂક્યો:81 રન બનાવીને આઉટ થયો, RCBએ 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી; જિતેશ પછી પાટીદાર પણ આઉટ

    1 day ago

    વિરાટ કોહલી IPLમાં 300 સિક્સ ફટકારનાર ત્રીજો બેટર બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા અને ક્રિસ ગેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આ પહેલા કોહલી ટુર્નામેન્ટમાં 800 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટર પણ બન્યો હતો. તેણે રબાડાના બોલ પર બાઉન્ડરી ફટકારીને આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. અગાઉ, ગુજરાત ટાઈટન્સે સાઈ સુદર્શનની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સુદર્શન 58 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. શુક્રવારે સીઝનની 34મી મેચમાં બેંગલુરુએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદાર અને જિતેશ શર્મા ક્રિઝ પર છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. સુદર્શને IPLમાં ત્રીજી સદી ફટકારી. તેના સિવાય કેપ્ટન શુભમન ગિલે 32 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડર 10 બોલમાં 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બેંગલુરુ તરફથી જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને ભુવનેશ્વર કુમારને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રાસિખ સલામ ડાર ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 24 April | AAP moves to disqualify Raghav Chadha, rebel MPs after BJP switch
    Next Article
    IPL LIVE: Kohli Scripts Multiple Records, Gets Standing Ovation From Anushka

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment