Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચાર્ય રામનાથ પરિવાર સાથે રાયગઢ પહોંચ્યા:ઉડુપીથી 8000 KMની ભારત પ્રદક્ષિણા પર નીકળ્યા

    6 hours ago

    કર્નાટકાના ઉડુપીના શ્રીકૃષ્ણ મઠથી 18 મે 2026ના રોજ સમગ્ર ભારતની 8,000 કિલોમીટરની પગપાળા પ્રદક્ષિણા માટે નીકળેલા શતાવધાની ઉડુપી રામનાથ આચાર્યજી, તેમની પત્ની આદનંદ આચાર્યજી, પુત્રી અને શિષ્યનું આજે રાયગઢ સ્થિત પવિત્ર શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે આગમન થયું હતું. હિંદુ પરંપરામાં પ્રદક્ષિણાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આચાર્ય દંપતીએ સમગ્ર ભારતભૂમિને પવિત્ર ક્ષેત્ર માનીને આ અનોખો સંકલ્પ કર્યો છે. યાત્રા દરમિયાન તેઓ દરરોજ આશરે 20થી 25 કિલોમીટર પગપાળા પ્રવાસ કરે છે અને જપ, પાઠ તથા ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કરે છે. આ યાત્રાનો ઉદ્દેશ ભારતની પવિત્ર પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને અનુભવવાનો છે. આચાર્ય દંપતી અને તેમના સાથીઓ અત્યાર સુધીમાં 2000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે. તેઓ ઉડુપીથી દ્વારકા પહોંચ્યા હતા અને હવે કુરુક્ષેત્ર જશે, ત્યાંથી હરિદ્વાર થઈને ભારત પ્રદક્ષિણા પૂર્ણ કરશે. રાયગઢના શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આચાર્યજી દંપતીના આગમનથી ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક તેમના દર્શન અને આગમનને આવકાર્યું હતું. વૈજનાથ મહાદેવ મંદિરના નિરવભાઈ ત્રિવેદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રામનાથ આચાર્યજી અને તેમના ધર્મપત્ની એક પુત્રી અને બે શિષ્ય સાથે ભારત પ્રદક્ષિણા કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ડુંગરા પોલીસે 30 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા:‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 5.48 લાખના ફોન પરત કરાયા
    Next Article
    Mohan Bhagwat New York Event: RSS Chief Mohan Bhagwat पर क्यों भड़के Kapil Sibal? पूछा ये सवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment