Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટાનો 8,000 કર્મચારીઓની છટણીનો પ્લાન:20 મેથી વર્કફોર્સ ઘટાડવાની પ્રક્રિયા શરૂ થશે; વૈશ્વિક સ્તરે 10% સ્ટાફ ઓછો થશે

    10 hours ago

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા આ વર્ષે મે મહિનામાં લગભગ 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું આયોજન કરી રહી છે. આ છટણી 2022ના અંત અને 2023ની શરૂઆતમાં થયેલા રિસ્ટ્રક્ચરિંગ પછી કંપનીનું સૌથી મોટું પગલું હશે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, મોટા પાયે થનારી આ વર્કફોર્સ કપાત 20 મેની આસપાસ શરૂ થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં મેટા તેની કુલ ગ્લોબલ વર્કફોર્સનો લગભગ 10% હિસ્સો ઘટાડવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, કંપની વર્ષના બીજા છ મહિનામાં પણ કેટલાક વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે. જોકે, છટણીની ચોક્કસ તારીખ અને કર્મચારીઓની સંખ્યામાં હજુ પણ ફેરફારની શક્યતા છે. AI રોકાણ અને કાર્યક્ષમતાને કારણભૂત ગણાવવામાં આવી રહ્યા છે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે. કંપનીના અધિકારીઓનું માનવું છે કે AIની વધતી ક્ષમતાઓને કારણે હવે ભવિષ્યમાં મેનેજમેન્ટ લેયર્સ ઓછા થશે અને AI-આસિસ્ટેડ વર્કર્સ દ્વારા કામમાં વધુ કાર્યક્ષમતા આવશે. પહેલાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે મેટા તેના કુલ વર્કફોર્સનો 20% કે તેથી વધુ હિસ્સો ઘટાડી શકે છે. એમેઝોન અને ડિઝનીએ પણ સ્ટાફ ઘટાડ્યો ટેક અને મીડિયા સેક્ટરમાં છટણીનો આ દોર ફક્ત મેટા પૂરતો સીમિત નથી. તાજેતરના મહિનાઓમાં એમેઝોને પણ તેના લગભગ 30,000 કોર્પોરેટ કર્મચારીઓ (લગભગ 10% વ્હાઇટ-કોલર સ્ટાફ)ને બહારનો રસ્તો બતાવ્યો છે. જ્યારે ડિઝનીના સીઈઓ જોશ ડી'અમારોએ પણ ટીવી બિઝનેસ, ESPN અને ટેકનોલોજી વિભાગમાંથી લગભગ 1,000 કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં 73,000થી વધુ લોકો બેરોજગાર ટેક કંપનીઓમાં નોકરીઓની કપાત પર નજર રાખતી વેબસાઇટ Layoffs.fyi અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 73,000થી વધુ કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. ગયા વર્ષે એટલે કે 2024માં આ આંકડો 1.53 લાખને પાર હતો. મેટાએ ગયા વર્ષે AI પર ભારે ખર્ચ કરવા છતાં 200 બિલિયન ડોલરની આવક અને 60 બિલિયન ડોલરનો નફો કમાયો હતો.
    Click here to Read More
    Previous Article
    PM Modi Address To Nation: Samajwadi Party पर खूब बरसे PM Modi! Akhilesh | Women Reservaion Bill
    Next Article
    Gujarat Breaking News Live | ગુજરાતના અત્યાર સુધીના મહત્વના સમાચાર | Weather Update | Political News

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment