Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની 800 શાળાઓમાં પ્રગતિનો પ્રવેશોત્સવ:સંત તુલસીદાસ સરકારી શાળામાં MLA ટીલાળાએ ભૂલકાંઓને આવકાર્યા, બાળકો ભણે તે માટે વાલીઓને ધ્યાન આપવા સૂચન

    11 hours ago

    રાજકોટ શહેર અને જિલ્લાની 800 થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આજે 23 જૂનના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જેને પ્રગતિનો પ્રવેશોત્સવ નામ આપવામાં આવ્યું છે ત્યારે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ અને તેમને આવકારવા માટે મહાનુભાવો પહોંચ્યા હતા. શહેર અને જિલ્લામાં 15901 વિદ્યાર્થીઓનો આજે ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ થયો છે. આ દરમીયાન શહેરના રામનાથપરામાં જૂની જેલ પાસેથી સંત તુલસીદાસ શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા માટે ધારાસભ્ય રમેશ ટીલાળા પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ ભણે તે માટે વાલીઓ ધ્યાન આપે તેમ જણાવ્યું હતુ. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, વર્ષ 2004માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો જે આજ સુધી ચાલુ છે. શાળા પ્રવેશોત્સવમાં તમામ બાળકોનો પ્રવેશ વાજતે ગાજતે કરવામાં આવે છે. બાળકોની સ્કીલ ખીલે તે પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવે છે. દાતાઓ દ્વારા પણ તેઓને ઘણી ભેટ આપવામાં આવે છે. પહેલા બાળક રડતું રડતું શાળાએ જ હતું પરંતુ અત્યારે હસતું હસતું સ્કૂલે જાય છે અને તેની ભવિષ્યની કારકિર્દી બનાવે છે. તેમણે અંતમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર આ માટે ખૂબ જ મોટું ફંડ પણ ફાળવે છે ત્યારે હું વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું અને વાલીઓને કહું છું કે તમારું બાળક ભણે તે માટે તમારે પણ કાળજી લેવી જોઈએ. જ્યારે પાઠય પુસ્તકો બાબતે કહ્યું કે એક બે દિવસમાં પાઠય પુસ્તકો મળી જશે.
    Click here to Read More
    Previous Article
    ‘માનસીના પપ્પા લગ્નની તારીખ ન આપતા આ પગલું ભરીએ છીએ’:સુરતની હોટેલમાં પ્રેમલગ્ન કરનાર કપલે પરિવારને મેસેજ કરી ઝેર પીધુ, પિતાને કહ્યું-મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ
    Next Article
    Gujarat Rain Weather LIVE | અનરાધાર વરસાદના મોટી આગાહી, ક્યાં પડશે ધોધમાર? | Monsoon Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment