Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ-કતારમાં તાલાલા ગીરની કેસરની સોડમ છવાઈ:યુદ્ધ અને તણાવની સ્થિતિમાં 800-800 બોક્સ ટપોટપ વેચાઈ ગયા!; USA, UKએ સ્વાદ ચાખી લીધો, 200 ટન નિકાસનો લક્ષ્યાંક

    6 days ago

    કેસર કેરીના રસિયાઓનો મોંમાં પાણી આવી જશે.આખું વર્ષ આતુરતાથી કેરીની સીઝનની રાહ જોતા હોઈએ છીએ. ત્યારે આપણાં તાલાલા ગીરની કેસર કેરી અત્યારે દેશમાં જ નહીં, પણ વિદેશના બજારોમાં પણ ભારે ધૂમ મચાવી રહી છે. ગીરના આ મધુર અમૃત જેવા સ્વાદ પાછળ દુનિયા ઘેલી થઈ છે. દુબઈ-કતારમાં મોકલાયેલા 800-800 બોક્સ ટપોટપ વેચાઈ ગયા છે!. તો USA, UK જેવા દેશોમાં લોકોએ કેસરનો સ્વાદ ચાખી લીધો છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં જ 50 ટન જેટલો મબલખ જથ્થો વિદેશ પહોંચી ચૂક્યો છે અને આ વર્ષે કુલ 200 ટન કેરી નિકાસ કરવાનો લક્ષ્યાંક છે. ગયા વર્ષે (100 ટન) કરતાં આ વખતે વિદેશીઓ બમણો રસ ઝાપટવાના છે! એક્સપોર્ટર ગત વર્ષ કરતાં બમળી 200 ટન નિકાસ કરશે. દુબઈ-કતારમાં કન્સાઈનમેન્ટ પહોંચતા જ વેચાયું ઉલ્લેખનીય છે કે, દુબઈ અને કતારમાં તો 800-800 બોક્સના કન્સાઈનમેન્ટ પહોંચતાની સાથે જ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગયા છે! ત્યાં વસતા ગુજરાતીઓ-ભારતીયો તો ઠીક, સ્થાનિક આરબ શેખો અને ગ્રાહકો પણ આ કેસરના સ્વાદના મુરીદ બન્યા છે. કેસર પછી હવે હાફૂસ, ચૌશા અને લંગડો પણ લાઈનમાં! હાલના તબક્કે રત્નાગિરી હાફૂસ અને તાલાલા ગીરની કેસર કેરીની નિકાસ થઈ રહી છે. આગામી 1 જૂનથી કચ્છની કેસર તેમજ ઉત્તર પ્રદેશની ચૌશા, દશેરી અને લંગડો જેવી વિશેષ વેરાયટીની કેરીઓ પણ વિદેશ મોકલવામાં આવશે. આ સ્વાદિષ્ટ વેરાયટીઓ પણ વિદેશીઓની થાળી શોભાવવા રવાના થશે. બ્રાન્ડેડ લુક અને ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ વિદેશ જતા પહેલાં આ 'ફળોના રાજા'ને રાજાશાહી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કેરીનું ખાસ ગ્રેડિંગ, વોશિંગ અને પ્રી-કૂલિંગ થાય છે. એર કાર્ગોના મોંઘા ભાડાને કારણે વિદેશમાં આ કેરી લક્ઝરી કિંમતે વેચાય છે, છતાં સ્વાદના શોખીનો કિંમત જોયા વગર હોંશે હોંશે ખરીદી રહ્યા છે. ખેડૂતોને પણ ઊંચા ભાવ મળ્યા સૌથી આનંદની વાત એ છે કે વિદેશીઓના આ સ્વાદપ્રેમને કારણે આપણા સ્થાનિક ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે, કારણ કે નિકાસકારો એક્સપોર્ટ ક્વોલિટીની બેસ્ટ કેરી માટે ખેડૂતોને ખૂબ ઊંચા અને સારા ભાવ ચૂકવી રહ્યા છે. યુદ્ધની મોસમ વચ્ચે પણ અકબંધ રહ્યો 'કેરીનો ક્રેઝ' વૈશ્વિક સ્તરે યુદ્ધ અને તણાવની સ્થિતિ છે, પણ સાચો સ્વાદપ્રેમી ક્યારેય બાંધછોડ ન કરે! 'ધ મેંગો માર્ટ'ના ફાઉન્ડર ચેતન મેંદપરા જણાવે છે કે, ગલ્ફ દેશોમાં આપણી કેસરની ભારે ડિમાન્ડ છે. અત્યાર સુધીમાં યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને કતાર જેવા 7 દેશોના સ્વાદરસિયાઓ સુધી ગીરની સુગંધ પહોંચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે BAPS સંસ્થાનો મોટો નિર્ણય:શહેરોમાં હવે 2 રવિસભા ઓનલાઇન અને 2 મંદિરે થશે, ઉત્સવોમાં સાદું ભોજન અપાશે
    Next Article
    સાયલાના ડોળિયામાં ખેડૂત આગેવાનના ઘરમાં ચોરી:દરવાજા તોડી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરી તસ્કરો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment