Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:8નાં મોત, મોબાઇલનાં છેલ્લાં લોકેશનથી જાણકારી મળી; કર્ણાટકમાં 11 લોકો નદીમાં ડૂબ્યા

    1 week ago

    દેશના બે પડોશી રાજ્યોમાં રવિવારે મોટી દુર્ઘટનાઓ થઈ. મહારાષ્ટ્રના રાયગઢમાં પોલાદપુર-મહાબળેશ્વર રોડના અંબેનલી ઘાટ વિસ્તારમાં રવિવારે સવારે એક SUV કાર 800 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. પીડિત પરિવારોની ફરિયાદ પર પોલીસે મૃતકોના મોબાઈલની છેલ્લી લોકેશન ટ્રેસ કરી. ત્યારબાદ ઘટનાની જાણકારી મળી. બીજી બાજુ, કર્ણાટકના ભટકલ ખાતે રવિવારે બપોરે ટટ્ટીહક્કલ નદીમાં છીપલાં એકઠા કરતી વખતે ડૂબી જવાથી એક જ પરિવારના 11 લોકોના મોત થયા. કુલ 14 લોકો હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવાયા હતા. NDRF અનુસાર, ઘટનાની જાણકારી રવિવારે સાંજે 5 વાગ્યે મળી હતી. 10 મૃતદેહો મળી આવ્યા છે. મહારાષ્ટ્રની ઘટનાની 2 તસવીરો… કર્ણાટકની ઘટનાની 3 તસવીરો… બંને ઘટનાઓ એક પછી એક જાણો… મહારાષ્ટ્ર: મોબાઇલની છેલ્લી લોકેશન પરથી અકસ્માતની જાણકારી મળી પોલીસે જણાવ્યું કે તમામ 8 લોકો રવિવારે રાત્રે 2 વાગ્યે SUVમાં ડાપોલીના હાર્નેથી સાતારા જવા રવાના થયા હતા. જ્યારે તેઓ સાતારા ન પહોંચ્યા ત્યારે તેમના પરિજનોએ બપોરે તેમની શોધખોળ શરૂ કરી. જ્યારે કંઈ પત્તો ન લાગ્યો ત્યારે પોલીસનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન કારમાં સવાર લોકોના મોબાઇલ ફોનની છેલ્લી લોકેશન ટ્રેસ કરવામાં આવી. તમામની છેલ્લી લોકેશન પોલાદપુર નજીક ટ્રેસ થઈ. આ પછી અંબેનલી ઘાટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. સોમવારે સવારે પોલીસને 800 ફૂટ ઊંડી ખાઈમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત SUV મળી. આ પછી સ્થાનિક બચાવ ટીમને બોલાવવામાં આવી. આ પછી ખાઈમાં ઉતરવામાં આવ્યું. 2 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. 3 મૃતદેહોની લોકેશન મળી. બાકીના મૃતદેહોની શોધખોળ ચાલુ છે. મૃતદેહોને સાવચેતીપૂર્વક ખાઈમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની ઓળખ રિતેશ લોખંડે (22), સુહાસ લોખંડે (20), ઉત્કર્ષ શિંગટે (21), નિખિલ શિંગટે (25), મહેશ પવાર (25), આદિત્ય સાલુંખે (21), રાજેશ કાટકર (35) તરીકે થઈ છે. આ બધા સાતારાના રહેવાસી હતા. જ્યારે અંશ ચવ્હાણ (19) રત્નાગિરીનો રહેવાસી હતો. કર્ણાટક: એકબીજાને બચાવવામાં 11 લોકો તણાઈ ગયા કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલ ખાતે રવિવારે એક જ પરિવારના 11 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. તેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે. પરિવારના 14 લોકો તટ્ઠીહક્કલ કાલિનાટ્ટી સ્ટ્રીમમાં છીપલાં (ક્લેમ્સ) એકઠા કરવા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શારદાહોલે ગામનો પરિવાર છીપલાં એકઠા કરવા તે જગ્યાએ ગયો હતો, જ્યાં સ્ટ્રીમ અરબી સમુદ્રને મળે છે. છીપલાં એકઠા કરવા એ આ વિસ્તારનું મોસમી કામ માનવામાં આવે છે. જ્યારે બધા પ્રવાહમાં ઉતર્યા, ત્યારે પાણીનો પ્રવાહ ઓછો હતો, પરંતુ જેવું તેઓ ઊંડાણમાં ઉતર્યા કે ભરતીના કારણે પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો. પ્રવાહમાં વધુ કાદવ હોવાથી લોકો તરત પાણીમાંથી બહાર આવી શક્યા નહીં. આ લોકોને તરતા પણ આવડતું ન હતું. એકબીજાને બચાવવાના પ્રયાસમાં બધાએ એકબીજાના હાથ પકડ્યા, પરંતુ તેજ પ્રવાહમાં તણાઈ ગયા. મૃત્યુ પામેલાઓમાં લક્ષ્મી મહાદેવ નાઈક (40), લક્ષ્મી જટ્ટપ્પા નાઈક (40), લક્ષ્મી અન્નપ્પા નાઈક (50), મહાદેવ ભૈરપ્પા નાઈક (45), લક્ષ્મી શિવરામ નાઈક (40), જ્યોતિ નાગપ્પા નાઈક (40), માલતી નાઈક (38), મસ્તમ્મા મંજુનાથ નાઈક (45), મંજમ્મા ગોઈધા નાઈક (40), નાગરત્ના પરમેશ્વર નાઈક (38) અને ઉમેશ મંજુનાથ નાઈકના નામ શામેલ છે. મહાદેવી મંજુનાથ નાઈક (60), લતા જગદીશ નાઈક (38) અને નાગરત્ના ઈશ્વર નાઈક (40) ને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    એક્ટ્રેસ ટ્વિશા ડેથ કેસ:સુપ્રીમ કોર્ટે કહ્યું- બંને પક્ષ મીડિયાને નિવેદન ન આપે; રાજ્ય સરકારનો આરોપ- ટ્વિશાની સાસુ તપાસમાં અવરોધ કરે છે
    Next Article
    વડોદરાના ભાયલી ગામમાં હાઈ વોલ્ટેજથી વીજ ઉપકરણોને નુકસાન:એસી, ફ્રીજ, ટીવી, આર.ઓ. સિસ્ટમ, પંખા સહિતના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા, વીજ પુરવઠો પણ ખોરવાયો, સ્થાનિકોમાં ભારે રોષ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment