Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ લોકોને અન્નદાન:ખોડિયારનગરમાં બાળકો અને મહિલાઓને ખીચડી-છાશનું વિતરણ કરાયું

    8 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા ખોડિયારનગર વિસ્તારમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ફાઉન્ડેશનના 240મા "ખીચડી વિતરણ પ્રોજેક્ટ" અંતર્ગત યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમ ખોડિયારનગર પાસે આવેલા આંગણવાડી કેન્દ્ર, બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના સફળ સંચાલનમાં રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વ્યવસ્થાપનમાં સુંદર સહયોગ આપ્યો હતો, જેના માટે તેમનો આભાર માનવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    હારીજ કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી:વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સરસપુરમાં સાડી-ટિફિન બોક્સ વિતરણ:વત્સલ પરમારના જન્મદિવસ અને રક્ષાબંધન નિમિત્તે જરૂરિયાતમંદોને મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment