Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ 800 બાળકોને શૈક્ષણિક કીટ આપશે:સતત 19મા વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત કીટનું વિતરણ

    5 days ago

    પાટણ શહેરમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ધોરણ-૧માં પ્રવેશ મેળવતા આશરે 800 જરૂરિયાતમંદ બાળકોને મફત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. ડાંગરેજી મહારાજ પ્રેરિત ભાગવત સપ્તાહ દરમિયાન એકત્રિત થયેલા દાનના ભંડોળમાંથી આ પ્રવૃત્તિ સતત 19મા વર્ષે હાથ ધરવામાં આવી રહી છે. આ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન પાટણ શહેરમાં અગાઉ ત્રણ વખત યોજાયેલા ડાંગરેજી મહારાજ પ્રેરિત ભાગવત સપ્તાહ દરમિયાન એકત્ર થયેલા દાનમાંથી કરવામાં આવે છે. કથાના આયોજન બાદ બચેલી રકમના સદુપયોગ માટે, પાટણના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને મદદ કરવાના હેતુથી ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ભંડોળના મુખ્ય દાતાઓમાં મગનભાઈ ચ. પટેલ (રળીયાત નગર), મગનભાઈ ચ. પટેલ (અંબિકા શાકમાર્કેટ) અને અંબાલાલ જે. પટેલ (ઉ.ગુ. યુનિ. કેમ્પ)નો સમાવેશ થાય છે, જેઓ ઘીવાળા પરિવારના સભ્યો છે. શરૂઆતમાં, આ પરિવારોના સહયોગથી દર પૂનમે મંદિરમાં ધૂન બોલાવી જરૂરિયાતમંદોને અન્નદાન કરવામાં આવતું હતું અને તેમના ઘરે અનાજ પહોંચાડવામાં આવતું હતું. જૂન 2006માં મળેલી કારોબારી અને ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, જૂન 2007થી આ ભંડોળનો ઉપયોગ શૈક્ષણિક ક્ષેત્રે કરવાનું નક્કી કરાયું. આ અંતર્ગત દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના ધોરણ-૧માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. આ કીટમાં ડાંગરેજી મહારાજનો ફોટો અને ટ્રસ્ટનું નામ ધરાવતી સ્કૂલ બેગ, નોટબુક, ચોપડી, પેન્સિલ અને પાણીની બોટલનો સમાવેશ થાય છે. પાટણ નગરપાલિકા, સરકારી અને ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા સંચાલિત આશરે 30થી 35 શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને આ કીટ વિતરિત કરવામાં આવે છે. ગત વર્ષે ટ્રસ્ટ દ્વારા 1500કીટોનું વિતરણ કરાયું હતું, જ્યારે આ વર્ષે 800 કીટોનું વિતરણ કરવાનું આયોજન છે. પાટણ શહેરમાં વિતરણ બાદ જો સ્કૂલકીટ વધશે તો આજુબાજુની ગ્રામ્ય શાળાઓના બાળકોને પણ તેનો લાભ અપાશે. આ સમગ્ર કાર્યક્રમ દર વર્ષે જૂન માસમાં અનુકૂળતા મુજબ યોજવામાં આવે છે. આ પ્રવૃત્તિનું સંચાલન મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. શંકરભાઈ એ. પટેલ અને ટ્રસ્ટી ડૉ. જયંતિભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવે છે. તેમના સહકારથી આ વિતરણ વ્યવસ્થા સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.
    Click here to Read More
    Previous Article
    કરજણ નજીક હાઇવે પર રેતી ભરેલા ડમ્પરમાં આગ:ચાલકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
    Next Article
    2 Nuke-Delivery Bombers Of Biggest Cold War Enemies Crash On Same Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment