Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનમાં ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:પાઇપ બેન્ડની માર્ચ અને 'ભારત માતા કી જય'ના નાદથી કિંગ્સબરી ગુંજી ઉઠ્યું, લંડનમાં SMVS મંદિરનો પ્રથમ પાટોત્સવ અને સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાયો

    1 day ago

    ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની લંડનમાં થયેલી ઉજવણી ગૌરવ, એકતા અને દેશપ્રેમથી છલકાતી હતી. જ્યાં જ્યાં ગુજરાતી જાય છે, ત્યાં ત્યાં તેમનો અખંડ દેશપ્રેમ પણ સાથે જ જાય છે આ સત્ય આ વર્ષે ફરી એકવાર ઉજાગર થયું. આ વિશેષ વર્ષ ધર્મ, સમાજ અને સંસ્કૃતિના સુંદર સંગમ રૂપે ઉજવાયું હતું. SMVS મંદિરનો પ્રથમ પાટોત્સવ અને રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટે લંડન SMVS મંદિરનો પ્રથમ પાટોત્સવ ભારતના સ્વાતંત્ર્ય દિવસ સાથે ઉજવાયો. આ પ્રસંગને અનુલક્ષીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને તિરંગાના રંગોમાં અલંકૃત કરવામાં આવી હતી, જે ભક્તિ અને દેશપ્રેમનું અનોખું પ્રતિક બની રહી. ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકૂટ અર્પણ વિધિની શરૂઆત ભારતના રાષ્ટ્રીય ગાનથી થઈ, ત્યારબાદ પાટોત્સવની ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ગુરુજી એચ.ડી.એસ. સ્વામિશ્રીએ પંચામૃતથી મૂર્તિનો અભિષેક કરી શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં કાઉન્સિલર જયંતિભાઈએ હાજરી આપીને અભિષેક વિધિમાં ભાગ લીધો હતો. અંતે ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. કિંગ્સબરીમાં મિની અમદાવાદનું જીવંત રૂપ 16 ઓગસ્ટે કિંગ્સબરી ફરી એકવાર મિની અમદાવાદમાં પરિવર્તિત થઈ ગયું હતું. કિંગ્સબરી રોડ પર ચાલવું એટલે જાણે અમદાવાદની ગલીઓમાં ફરવાનો અનુભવ. ભારતીય રેસ્ટોરન્ટ, ચા સ્ટોલ, પાણીપુરી, આઈસ-ગોળા અને ગુજરાતી સંસ્કૃતિની સુગંધથી સમગ્ર વાતાવરણ ભરપૂર થઈ ગયું હતું. સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો આ પ્રસંગે સેંકડો લોકો કિંગ્સબરી રોડ પર એકત્ર થયા હતા. કેન્ટન સ્વામિનારાયણ મંદિરના પુરુષ અને મહિલા સભ્યોનો પાઇપ બેન્ડ કિંગ્સબરી રોડ પર માર્ચ કરતું આવ્યું હતું. બેન્ડે ભારતનું રાષ્ટ્રીય ગાન વગાડ્યું અને કેપ્ટને સલામી આપી. ત્યારબાદ ફરી એકવાર માર્ચપાસ્ટ યોજાતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટ્રીટ ફૂડ અને ગરબાની રમઝટ ઉત્સવ દરમિયાન ગુજરાતી વાનગીઓના સ્ટોલ, બાળકો માટેની પ્રવૃત્તિઓ અને સ્ટ્રીટ ફૂડના કાઉન્ટરોએ માહોલને વધુ જીવંત બનાવ્યો હતો. ઢોલના તાલે લોકો નાચવા લાગ્યા હતા. પ્રસિદ્ધ ગાયક નિમેશ સાંઘોળે દેશભક્તિના ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે નેહા પટેલની સર્જન નૃત્ય અકાદમીના વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા. ગુજરાતી ઉજવણીમાં ગરબા વગર તો વાત અધૂરી જ રહે, તેથી ગાયક દ્વારા ગરબા શરૂ થતાં જ લોકો રાસ-ગરબાના રાઉન્ડમાં જોડાયા હતા અને કિંગ્સબરી રોડનું વાતાવરણ અદ્વિતીય અને યાદગાર બની ગયું હતું. કાર્યક્રમના અંતે વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ ઉત્સવમાં યુરોપિયન રહેવાસીઓ પણ જોડાયા હતા અને સૌએ સાથે મળીને ભારતના સ્વાતંત્ર્યનો આનંદ માણ્યો હતો. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સુર્યકાંત જાદવાનો રિપોર્ટ
    Click here to Read More
    Previous Article
    FSSAI Revokes Order Against United Spirits' McDowell's No 1 Rum From Baramati
    Next Article
    At Least 23 Killed After Truck Rams Bus Carrying Patients On Brazil Highway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment