Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોનો પાણી માટે પોકાર:ગઢડા અને માળિયા હાટીના પંથકમાં રોષ: લાછડી ડેમમાં 80-90 ટકા પાણી હોવા છતાં સિંચાઈ અને પીવાના પાણીના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ

    8 hours ago

    ​જુનાગઢ જીલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના ગામોના ખેડૂતો એ પાણી માટે પોકાર લગાવી છે.લાછડી ડેમમાં હાલ 80 થી 90 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. પરંતુ, આ ડેમમાંથી પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે આટલો મોટો પાણીનો જથ્થો હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી અને પાણી વેડફાઈ રહ્યું છે.આસપાસના 15 જેટલા ગામોના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પાણીના અભાવે પાક નિષ્ફળ જવાની સંભાવના છે. ડેમ બન્યાને 20 વર્ષ વીતી ગયા છતાં કેનાલની કામગીરી અધૂરી છે અને જમીન સંપાદનની પ્રક્રિયા બાદ પણ ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી.ચોમાસું નબળું રહેવાથી પિયત માટે પાણીની અત્યંત જરૂર છે. જો તાત્કાલિક ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવે અને ચેકડેમો રીચાર્જ નહીં થાય, તો આસપાસના ગામોના ખેડૂતો એકત્રિત થઈને ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે પારો તોડી નાખવાની ચીમકી ઉચ્ચારી છે. ​અશ્વિનભાઈ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે આસપાસના 15 જેટલા ગામોના ખેડૂતોએ જન્માષ્ટમીના સમયથી તુવેર તથા અન્ય શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, અને અત્યાર સુધી પાકને પાણી મળ્યું છે, પરંતુ હવે આગળ પાણી મળે તેવી કોઈ સ્થિતિ ન હોવાથી ખેડૂતોની મહેનત એળે જાય તેમ છે અને પાક નિષ્ફળ જવાની સંભાવના છે. જો હાલ પૂરતું આ પાણી દેવકા નદીમાં છોડવામાં આવે તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. આ ડેમ બન્યાને આશરે 20 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને આ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી. કેનાલ માટે જમીન સંપાદન થયા પછી અને ખેડૂતોને નાણાં મળ્યા પછી તેમજ 7/12 માંથી જમીન નીકળી જવા છતાં સરકાર દ્વારા આગળની કોઈ જ કાર્યવાહી કે ધ્યાન આપવામાં આવ્યું નથી. આસપાસના 15 ગામોના ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં જો સરકાર આ બાબતે ધ્યાન નહીં આપે અને તાત્કાલિક પાણી નહીં છોડે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે ખેડૂતોએ જાતે આવીને પારો તોડવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ​માળીયાહાટીના તાલુકાના આછીદ્રા ગામના ખેડૂત અરશીભાઈ ચાંડેરાએ જણાવ્યું હતું કે આ લાછડી બંધારા યોજના ખેતી માટે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી છે, જે બદલ સરકારનો આભાર માનવામાં આવે છે, પરંતુ હાલ તેમાં પીવાની કોઈ યોજના નથી. ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાથી શિયાળુ પાક (જેવા કે ચણા અને તુવેર) માટે પિયત આપવું ખૂબ જરૂરી છે. જો ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આસપાસના 8 થી 10 ચેકડેમ ભરાઈ જાય અને કુવાઓ રીચાર્જ થાય, જેનાથી ખેડૂતો શિયાળુ પાક સારી રીતે પકવી શકે તેમજ ખેડૂતો અને પશુઓનું જોખમ ટળી શકે તેમ છે. ​હરશીભાઈએ ઉમેર્યું હતું કે આ અંગે તંત્રને અગાઉ અનેકવાર રજૂઆતો તથા આવેદનપત્રો આપવામાં આવ્યા છે. જો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન દેવામાં નહીં આવે, તો આશીદ્રા, છાપરી, પીપળવા, દાંડેરી, દેદા, અસનાદર સહિતના આસપાસના 8 થી 10 ગામોના ખેડૂતો એકત્રિત થઈને ઉગ્ર આંદોલનની તૈયારી કરશે.
    Click here to Read More
    Previous Article
    1200 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ:અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, અન્નકૂટ, ગોવર્ધન પૂજા સહિતના દર્શનનો ભક્તોએ લ્હાવો લીધો
    Next Article
    Erika Kirk Slams Dave Chappelle Over His 'Feeling Better After Charlie Kirk's Murder' Remark: 'Beyond Disgusting'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment