Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત વિકેટ પડ્યા પછી ઇંગ્લિશ બેટર્સે ઇનિંગને સંભાળી:જો રૂટ અને લિયામ ડૉસને 80+ રનની પાર્ટનરશીપ કરી; 56 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી

    2 days ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પહેલી મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ સતત ત્રીજી મેચમાં ટૉસ હારી ગયો છે. ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુકે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડનો સ્કોર 39 ઓવરમાં 196/6 છે. ટીમ તરફથી જો રૂટ અને લિયામ ડૉસન ક્રિઝ પર છે. બન્ને વચ્ચે સાતમી વિકેટ માટે 80+ રનની પાર્ટનરશીપ થઈ ગઈ છે. લિયામ ડૉસને કરિયરની પહેલી ફિફ્ટી ફટકારી છે. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારે 2-2 વિકેટ લીધી છે, જ્યારે શિવમ દુબેએ વિલ જેક્સ (20)ને આઉટ કર્યો. પ્રસિદ્ધે સેમ કરન (0) અને જોસ બટલર (5)ને પેવેલિયન ભેગા કર્યા, ગુરનૂરે બેન ડકેટ (43) અને જેકબ બેથેલ (14)ની વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે કેપ્ટન હેરી બ્રુકને આઉટ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડૉસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
    Click here to Read More
    Previous Article
    Nvidia launches GeForce NOW in India, bringing high-end PC gaming to cloud
    Next Article
    SBI ફંડ્સ મેનેજમેન્ટનો IPO આજથી ખુલ્યો, ભરાય કે નહીં?:ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટ્યું, રોકાણ કરતા પહેલાં જાણો 10 મહત્વપૂર્ણ બાબતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment