Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'યુવાનો રોજગાર શોધનારા નહીં, સર્જનારા બને':‘કમલમ’માં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં જોડાવા આહ્વાન કર્યું

    1 day ago

    દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’, કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ‘વંદે માતરમ્’ અને ‘જન ગણ મન’નું સમૂહગાન કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ પારસી સમાજના નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે દેશની સ્વતંત્રતા માટે જીવન અને સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિવીરો અને મહાપુરુષોને કોટિ કોટિ વંદન કર્યા હતા. ગાંધી, સરદાર અને ક્રાંતિવીરોના યોગદાનને યાદ કર્યું વિશ્વકર્માએ સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના યોગદાનને યાદ કરતાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને ક્રાંતિવીર સરદારસિંહ રાણાના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતને સ્વતંત્રતા અનેક પેઢીઓના સંઘર્ષ, ત્યાગ અને બલિદાન બાદ પ્રાપ્ત થઈ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું શૌર્ય, લોકમાન્ય તિલકનો સ્વરાજનો સંકલ્પ તથા શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરીને તેમણે કહ્યું કે, સ્વતંત્રતાની સાચી કિંમત સમજવી અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવું દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ મહાનુભાવોને પણ નમન કર્યું હતું. ‘સ્વતંત્રતા એટલે અધિકારો સાથે કર્તવ્ય પણ’ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા માત્ર અધિકારોનો ઉપભોગ નથી, પરંતુ અધિકારોનો જવાબદારીપૂર્વક ઉપયોગ અને રાષ્ટ્ર તથા સમાજ પ્રત્યેના કર્તવ્યનું શિસ્ત, પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક પાલન છે. લોકશાહી અધિકારો સાથે કર્તવ્યબોધને મજબૂત બનાવવો આજના સ્વતંત્રતા પર્વની મહત્વપૂર્ણ પ્રેરણા હોવી જોઈએ. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે કાતિલ ઠંડીથી લઈને રણની આકરી ગરમી સુધી અને સમુદ્રની સીમાઓથી લઈને આકાશની ઊંચાઈઓ સુધી ફરજ બજાવતા જવાનોને પણ તેમણે કોટિ કોટિ વંદન કર્યા હતા. ‘વિકસિત ભારત @ 2047’ને રાષ્ટ્રીય સંકલ્પ ગણાવ્યો પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત @ 2047’નો સંકલ્પ દેશના દરેક નાગરિક માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત, આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિશ્વને માર્ગદર્શન આપનાર રાષ્ટ્ર બને તે આપણું સામૂહિક સ્વપ્ન છે. વિજ્ઞાન-ટેક્નોલોજી, અવકાશ, ડિફેન્સ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ડિજિટલ વ્યવસ્થા, સ્ટાર્ટઅપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. યુવાનો રોજગાર શોધનારા નહીં, સર્જનારા બને યુવા શક્તિની ભૂમિકા અંગે વિશ્વકર્માએ કહ્યું કે, ભારતના યુવાનો માત્ર રોજગારી મેળવનારા નહીં, પરંતુ નવી રોજગારીનું સર્જન કરનારા બની રહ્યા છે. તેઓ ટેક્નોલોજીના ઉપયોગકર્તા બનવાની સાથે નવી ટેક્નોલોજીના સર્જક પણ બની રહ્યા છે. તેમણે દેશની દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, અવકાશ અને ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રમાં દેશનું ગૌરવ વધારી રહી હોવાનું જણાવી મહિલાઓને સમાન તક આપવાની જવાબદારી સમગ્ર સમાજની ગણાવી હતી. ‘સબકા સાથ, સબકા વિકાસ’ સાથે અંતિમ વ્યક્તિ સુધી વિકાસ વિશ્વકર્માએ જણાવ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ની ભાવનાથી દેશની વિકાસયાત્રા આગળ વધી રહી છે. વિકાસની સાચી સાર્થકતા ત્યારે જ કહેવાય જ્યારે સમાજના અંતિમ વ્યક્તિ સુધી શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, સ્વચ્છ પાણી અને સન્માનપૂર્વક જીવન જીવવાની તક પહોંચે. તેમણે દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા મજબૂત કરવાનો, પ્રમાણિકતા અને શિસ્ત સાથે ફરજ નિભાવવાનો, સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનો તથા પાણી, વીજળી અને કુદરતી સંસાધનોના જવાબદારીપૂર્વક ઉપયોગનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ‘રાષ્ટ્ર પ્રથમ’ના વિચાર સાથે આગળ વધવા આહ્વાન અંતમાં વિશ્વકર્માએ કહ્યું હતું કે, “હું મારા દેશને શું આપી શકું?” એવી ભાવના સાથે યુવાન આગળ વધી રહ્યો છે. જીવન, પ્રતિભા અને મહેનત દેશને સમર્પિત કરીને ‘નેશન ફર્સ્ટ’ની ભાવનાથી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોના સ્વપ્નનું ભારત બનાવવામાં સૌએ યોગદાન આપવું જોઈએ. ‘અર્બન નક્સલ’ અને વામપંથી વિચારધારા સામે જાગૃતિ સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક ભાનુભાઈ ચૌહાણે પણ સંબોધન કર્યું હતું. તેમણે ‘વંદે માતરમ્’ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના વિચારને ભારતની ઓળખ ગણાવી હતી. તેમણે નક્સલવાદના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં હિંસા કરતાં સંવાદ, ન્યાય અને સંગઠન દ્વારા પરિવર્તન લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે જ ‘અર્બન નક્સલ’ વિચારધારા અને વિવિધ સ્વરૂપે આગળ વધતી વામપંથી વિચારસરણી સામે તર્ક અને વિચારશક્તિ સાથે વૈચારિક જાગૃતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતની માતૃભૂમિ, સંસ્કૃતિ, સંસ્કાર, રાષ્ટ્રીય અસ્મિતા અને ઋષિ-મુનિઓના વારસાને કેન્દ્રમાં રાખીને પડકારોનો વૈચારિક સામનો કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સમારોહમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રીઓ ડૉ. પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પરિવારના યુવા સભ્યો પણ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    લુડો-સાપસીડી-પત્તા રમો ને દારુ પીવો, 'જશ્ન'વિલામાંથી 8 ગર્લ-14 નબીરા ઝડપાયા:સુરતની પાર્ટીમાં વિદેશી ક્લબની જેમ ફેન્સી ટાસ્ક-રુલ્સ, 300 મીટરમાં પોલીસ સ્ટેશન-નશા મુક્તિ કેન્દ્ર
    Next Article
    વલસાડ ભાજપ કાર્યાલયે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ ધ્વજવંદન કર્યું, પદાધિકારીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment