Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ તિરંગાના રંગે રંગાયું, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મુખ્ય ધ્વજવંદન સમારોહમાં ગુજરાત રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ મંત્રી રમેશ કટારાએ ખુલ્લી જીપમાં બેસીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રીએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્મરણ કરી નાગરિકોને રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની ભાવના જાળવી રાખવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓ તથા મહાનુભાવોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક વધાવી લીધા હતા. સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિનો માહોલ છવાયો હતો. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. કેસરી સર્કલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગોધરા શહેરના પોલન બજાર સ્થિત કેસરી સર્કલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેસરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી ફારુક કેસરી, મૌલાના શોએબ ચીમજી, ઈદ્રીસ ભાઈ દરગાહી, તૈયબ ભાઈ કલંદર, મૌલાના ઈકબાલ બોકડા સહિત મોટી સંખ્યામાં યુવાનો, વૃદ્ધો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. નોંધનીય છે કે પોલન બજારના કેસરી સર્કલ ખાતે છેલ્લા 21 વર્ષથી 365 દિવસ નિયમિત ધ્વજવંદન કરવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પણ આ પરંપરાનું પાલન કરીને રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો, કીપરે રનઆઉટ કર્યો; ભારતનો સ્કોર 101/1
    Next Article
    રાજકોટમાં નવા બે પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગની મંજૂરી:આજે ઠેર ઠેર 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે જોવા મળી રાષ્ટ્રભક્તિ, પોલીસ હેડ ક્વાર્ટર, ચૌધરી હાઇસ્કૂલ, અટલ સરોવર અને જિલ્લામાં ગોંડલ ખાતે કરાયું ધ્વજવંદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment