Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં 80 હજારનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો:રાજપર-કંકાવટી રોડ પરથી 3200 લીટર આથો LCBએ પકડ્યો

    12 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી ગામ તરફ જતા રસ્તા પરથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો 3200 લીટર આથો (વોશ) ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત આશરે 80,000 રૂપિયા આંકવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાંથી પ્રોહીબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ટીમો બનાવી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત, જિલ્લાના વિવિધ ગામોના સીમ વિસ્તારોમાં છુપાવીને દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને નિર્દેશ અપાયા હતા. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ તેમની ટીમો સાથે કામગીરી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, રાજપરથી કંકાવટી જતા રસ્તા પર પાણીના ઓકળાના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 3200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો (વોશ) કબ્જે કરવામાં આવ્યો, જેની કિંમત 80,000 રૂપિયા છે. આ મામલે લાખાભાઈ મનસુખભાઈ ઠાકોર (રહે. રાજપર, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી લાખાભાઈ હાલ ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    પહેલી જૂનથી શરુ થશે વસતી ગણતરી:ક્રિકમાંથી ઝડપાઈ બિનવારસી પાકિસ્તાની બોટ, ડેટા સ્પેસમાં રોકાણના નામે 400 કરોડની ઠગાઈ, પોલીસકર્મીની ગુંડાગીરી
    Next Article
    વાળ પકડીને 8 ફડાકા માર્યા, દિવાલ સાથે માથું અથડાવ્યું:અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો, પોલીસ હોવાના કારણે સમાધાન પણ થઈ ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment