Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો, જળસપાટી 31 ફૂટે પહોંચી:પાલીતાણાના 5 અને તળાજાના 12 ગામોને એલર્ટ, લોકોને સાવચેત રહેવા તંત્રની સૂચના

    14 hours ago

    અમરેલી પંથકમાં આવેલ ધારી ખોડિયાર ડેમ ઓવરફલો થતા ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની અવિરત આવક શરૂ રહેતાં ડેમની જળસપાટી સતત વધી રહી છે. ડેમ હાલ 80 ટકા ભરાઈ જતાં જળસપાટી 31 ફૂટ 11 ઈચે પહોંચી છે, જ્યારે 34 ફૂટે ડેમ ઓવરફ્લો થાય છે. હાલ ડેમમાં 71810 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. સતત વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે અને પાલીતાણા તાલુકાના 5 તેમજ તળાજા તાલુકાના 12 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભાવનગર માટે પીવાના પાણી તેમજ ખેત સિંચાઈનો પ્રશ્ન ચોમાસાની શરૂઆતમાં ઉકેલાઈ જવા પામ્યો છે. પાલીતાણાના આ 5 ગામોને એલર્ટ શેત્રુંજી ડેમ 80 ટકા ભરાતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા સહિત પાંચ ગામોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તળાજાના આ 12 ગામોને એલર્ટ ઉપરાંત તળાજા તાલુકાના ભેગાડી, દાત્રળ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવવા, તરસરા અને સરતાનપર સહિત 12 ગામોના લોકોને પણ નદીના પટમાં ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નદીના પટ, કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો ડેમમાં સતત વધી રહેલી પાણીની આવકને પગલે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના તમામ ગામોના રહેવાસીઓને નદીના પટ, કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કડક ચેતવણી આપવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે નગરજનો અને ગ્રામજનોને સતર્ક રહેવા, સુરક્ષિત સ્થળોએ રહેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભારે વરસાદી કહેર, ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો:પાણીનો પ્રવાહ વધ્યો, નીચાણવાળા ગામડાઓને એલર્ટ રહેવા સૂચના; ચલાલામાંથી 100 લોકોનું સ્થળાંતર
    Next Article
    Aamir Khan wears anklets with dhoti, seen barefoot after wedding with Gauri Spratt. Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment