Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ-શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક:80 વર્ષમાં પહેલીવાર 3 સુપરપાવર્સ એકસાથે બેસશે; ઈરાન યુદ્ધ સહિત 5 મુદ્દાઓ પર ચર્ચા થશે

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે પહેલીવાર એકસાથે બેઠક કરશે. આ ત્રિપક્ષીય બેઠક ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ દરમિયાન થશે. બેઠકમાં ઈરાન યુદ્ધ, યુક્રેન યુદ્ધ સહિતના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં બુધવારે ત્રણેય નેતાઓ APEC સમિટના સ્વાગત સમારંભમાં પણ એકસાથે જોવા મળ્યા હતા. આ બેઠકની તુલના 1945ના યાલ્ટા સંમેલન સાથે કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન ક્રિમિયાના યાલ્ટામાં મળ્યા હતા. ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુરોપની વ્યવસ્થા અને જર્મનીના ભવિષ્ય અંગે નિર્ણયો લેવાયા હતા. હવે પહેલીવાર આજના સમયની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયાના વર્તમાન નેતાઓ એકસાથે બેઠક કરશે. ત્રણેય વર્લ્ડ લીડર્સની બેઠકના 5 મોટા મુદ્દા 1. ઈરાન યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ તરફથી 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત્ છે. આ યુદ્ધની અસર વિશ્વના તેલ વેપાર પર પણ પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ અને ગેસની સપ્લાય પ્રભાવિત થઈ છે. ચીન પોતાની જરૂરિયાતનું ઘણું તેલ આ માર્ગેથી મંગાવે છે. બીજી તરફ, તેલની કિંમતો વધવાથી રશિયાને આર્થિક ફાયદો થયો છે. આવી સ્થિતિમાં ત્રણેય નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા, વિસ્તારમાં તણાવ ઘટાડવા અને તેલની સપ્લાય સામાન્ય કરવા અંગે ચર્ચા કરી શકે છે. 2. પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડવી ત્રણેય દેશો પાસે દુનિયામાં સૌથી વધુ પરમાણુ હથિયારો છે. આવી સ્થિતિમાં બેઠકમાં તેમની સંખ્યા ઘટાડવા અને તેમના ઉપયોગને રોકવા અંગે ચર્ચા થઈ શકે છે. અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોને મર્યાદિત કરતી ‘ન્યૂ સ્ટાર્ટ સંધિ’ ફેબ્રુઆરી 2026માં સમાપ્ત થઈ ચૂકી છે. ત્યારબાદ બંને દેશોના પરમાણુ હથિયારો પર લાગેલી મર્યાદાઓ હટી ગઈ છે. ટ્રમ્પ ઇચ્છે છે કે, હવે એક નવી સંધિ બને, જેમાં ચીનને પણ સામેલ કરવામાં આવે. જોકે, રોયટર્સના જણાવ્યા મુજબ ચીન હાલમાં આ વાટાઘાટોમાં સામેલ થવા તૈયાર નથી. તેનું કહેવું છે કે, અમેરિકા અને રશિયા પાસે તેના કરતાં ઘણી વધારે સંખ્યામાં પરમાણુ હથિયારો છે. 3. અમેરિકા-ચીન વચ્ચે વેપાર અને ટેરિફ અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વેપારને લઈને તણાવ છે. બંને દેશો એકબીજાના માલ પર ભારે કર લાદી ચૂક્યા છે. આ ઉપરાંત ચીનથી અમેરિકા આવતી વસ્તુઓ, રેર અર્થ અને ટેક્નોલોજીને લઈને પણ વિવાદ રહ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે, ચીન અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદે અને બંને દેશો વચ્ચેના વેપાર કરારની શરતોનું પાલન કરે. બીજી તરફ, ચીન અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફમાં રાહત ઈચ્છે છે. આવી સ્થિતિમાં બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો સુધારવા અંગે ચર્ચા થઈ શકે છે. 4. રશિયા-યુક્રેન યુદ્ધ સાડા ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને પણ ટ્રમ્પે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રશિયા ફેબ્રુઆરી 2022થી યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે. અમેરિકા આ યુદ્ધ સમાપ્ત કરાવવા માટે બંને દેશો વચ્ચે વાતચીત કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ યુદ્ધ સમાપ્ત કરવા અંગે પોતાની શરતો જણાવી ચૂક્યા છે. અમેરિકાનું કહેવું છે કે, યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને યુક્રેન સાથે અલગ-અલગ વાતચીત ચાલી રહી છે. 5. રશિયાનો રાજદ્વારી બહિષ્કાર સમાપ્ત કરવો યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. પશ્ચિમી દેશોએ પુતિનથી અંતર પણ બનાવી લીધું હતું. આવી સ્થિતિમાં ટ્રમ્પ અને શી જિનપિંગ સાથે એક જ મંચ પર પુતિનની હાજરી રશિયા માટે મોટી રાજદ્વારી જીત હશે. તેનાથી દુનિયાને સંદેશ જશે કે, રશિયા હજુ પણ વૈશ્વિક રાજકારણમાં મોટી તાકાત છે અને અમેરિકા તેની સાથે વાતચીત કરવા તૈયાર છે. ટ્રમ્પ-શી જિનપિંગ-પુતિનની બેઠકની ભારત પર અસર કિલિન વિલામાં બેઠક, જેથી રાજકીય દબાણ ઓછું રહે ચીન, અમેરિકા અને રશિયાના ત્રણેય નેતાઓની બેઠક શેનઝેનના કિલિન વિલામાં થઈ શકે છે. BBC અનુસાર, બેઠક પહેલાં અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 1997માં બનેલું આ સરકારી પરિસર અગાઉ પણ અનેક વિદેશી મહેમાનોની યજમાની કરી ચૂક્યું છે. બેઇજિંગે કોઈ મોટા સરકારી સંમેલન સ્થળને બદલે આ ખાનગી સ્થળ પસંદ કર્યું છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર શાઓયુ યુઆનના જણાવ્યા મુજબ, અહીં સુરક્ષા કરવી સરળ છે અને એરપોર્ટ નજીક હોવાથી ટ્રમ્પ બેઠક પૂર્ણ થયા બાદ તરત જ રવાના થઈ શકે છે. લગભગ એક કલાક ચાલનારી આ બેઠકને કાર્યકારી ચર્ચા તરીકે રાખવામાં આવી શકે છે, જેથી કોઈ નક્કર પરિણામ ન આવે તો નેતાઓ પરનું રાજકીય દબાણ ઓછું રહે.
    Click here to Read More
    Previous Article
    બુમ...બુમ...બુમરાહનો કિવીઝ સામે કહેર:કિવીઝ ટૉપ ઓર્ડરને પેવેલિયન ભેગો કર્યો, ત્રીજી વિકેટ ઝડપી; કિવીઝની અડધી ટીમ પેવેલિયન ભેગી
    Next Article
    Gujarat Cop Arrested For Accepting Rs 20,000 Bribe To Return Seized Phone

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment