Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓબેન ઇલેક્ટ્રિકની 'રૉર ઇવો' બાઈક લોન્ચ:દોઢ કલાકમાં 80% ચાર્જિંગ, 180kmની રેન્જ, હાઇટેક ફીચર્સથી સજ્જ ઈ-બાઇકની કિંમત ₹99,999થી શરૂ

    14 hours ago

    ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ ‘ઓબેન ઇલેક્ટ્રિક’એ ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 'રોર ઇવો' લોન્ચ કરી છે. 'ઓબેન રૉર ઇવો'ને કંપનીની લાઇનઅપમાં 'રૉર EZ' અને 'રૉર EZ સિગ્મા' વચ્ચે મૂકવામાં આવી છે. તેમાં 180kmની રેન્જ સાથે એન્ટી-થેફ્ટ એલર્ટ જેવા ફીચર્સ મળશે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 99,999 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખી છે. આ કિંમત પહેલા 10,000 ગ્રાહકો માટે જ માન્ય રહેશે. ત્યારબાદ બાઇકની કિંમત વધીને 1,24,999 રૂપિયા થઈ જશે. સ્પોર્ટી ઇલેક્ટ્રિક બાઇકનું બુકિંગ 777 રૂપિયાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ડિઝાઇન: પહેલા કરતાં વધુ શાર્પ અને સ્પોર્ટી 'ઓબેન રૉર ઇવો'ની ડિઝાઇન કંપનીની અગાઉની બાઇક્સ કરતાં ઘણી અલગ અને આધુનિક છે. તેના ફ્રન્ટમાં સિંગલ પ્રોજેક્ટર હેડલાઇટ સાથે ઉપરની તરફ LED DRL સ્ટ્રીપ આપવામાં આવી છે, જે તેને શાર્પ લુક આપે છે. બાઇકમાં એગ્રેસિવ ટેન્ક શ્રાઉડ અને સ્લીક ટેલ સેક્શન મળે છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે. તે ચાર કલર્સ - ન્યુટ્રોન બ્લુ, પલ્સ રેડ, મેગ્નેટિક બ્લેક અને ફોટોન વ્હાઇટમાં ઉપલબ્ધ છે. બેટરી અને રેન્જ: 90 મિનિટમાં 80% સુધી ચાર્જ પર્ફોર્મન્સ: 3 સેકન્ડમાં 0 થી 40ની સ્પીડ 'રૉર ઇવો'માં 9kW ની મોટર આપવામાં આવી છે, જે 250Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ઓબેનની કોઈ બાઇકમાં પહેલીવાર 'ચેન ડ્રાઇવ' સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફીચર્સ: 5-ઇંચ TFT કન્સોલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી બાઇકમાં 5-ઇંચનું TFT ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના દ્વારા રાઇડર ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, મ્યુઝિક કંટ્રોલ, કોલ અને મેસેજ એલર્ટ પોતાની સ્ક્રીન પર જોઈ શકે છે. આ ઉપરાંત, તેમાં ફોલ એલર્ટ, રિવર્સ મોડ, રિજનરેટિવ બ્રેકિંગ અને 2 USB ચાર્જિંગ પોર્ટ્સ જેવા ફીચર્સ પણ છે. ઓબેન એપ દ્વારા યુઝર રિમોટ ટ્રેકિંગ, એન્ટી-થેફ્ટ એલર્ટ અને જીઓ-ફેન્સિંગ જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે. કમ્ફર્ટ અને બ્રેકિંગ: 200mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ બાઇકનું વજન 140kg છે અને તેની સીટની ઊંચાઈ 780mm છે, જે તેને ચલાવવામાં સરળ બનાવે છે. તેમાં 200mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 230mmની વોટર વેડિંગ કેપેસિટી (પાણીમાં ચાલવાની ક્ષમતા) આપવામાં આવી છે. સેફ્ટી માટે બંને પૈડા પર ડિસ્ક બ્રેક અને કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સામાન રાખવા માટે તેમાં ટાંકીની જગ્યાએ 4-લિટર અને સીટ નીચે 6-લિટરનો સ્ટોરેજ સ્પેસ પણ મળે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં GT vs RCB:કેપ્ટન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી
    Next Article
    સંજય કપૂરની ₹30,000 કરોડની સંપત્તિ વેચવા પર પ્રતિબંધ:વસિયતનામામાં છેતરપિંડીનો કરિશ્માના બાળકોનો આરોપ; પ્રિયા સચદેવ સામે દિલ્હી હાઇકોર્ટનું આકરું વલણ

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment