Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન સામે મંધાના-હરમને ભારતને સંભાળ્યું:સ્મૃતિએ ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી ફટકારી, ભારતીય કેપ્ટન સાથે 80+ રનની ભાગીદારી થઈ; સ્કોર 104/2

    5 दिन पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં 104/2 છે. ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર છે. સ્મૃતિ મંધાનાએ 34 બોલમાં ફિફ્ટી ફટકારી. ઓપનર શેફાલી વર્મા સિક્સર ફટકાર્યા બાદ આઉટ થઈ ગઈ. તેને સાદિયા ઇકબાલને 6 રન પર આઉટ કરી. જેમિમાહ રોડ્રિગ્સને એક રન પર તસ્મિયા રુબાબે આઉટ કરી. પહેલગામ એટેક પછી ચોથી વખત હાથ ન મિલાવ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં 'નો-હેન્ડશેક' (હાથ ન મિલાવવાનો સિલસિલો) ચાલુ છે. પહેલગામ આતંકી હુમલા અને બંને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય મેન્સ અને વુમન્સ ટીમે પાકિસ્તાન સામેની મેચમાં હાથ ન મિલાવવાનો નિર્ણય કર્યો હતો. આની શરૂઆત સપ્ટેમ્બર 2025ના એશિયા કપથી થઈ હતી, જ્યારે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2026ના મેન્સ T20 વર્લ્ડ કપ અને ઓક્ટોબર 2025ના મહિલા વન-ડે વર્લ્ડ કપમાં પણ આ પરંપરા ચાલુ રહી. હવે બર્મિંગહામમાં રમાઈ રહેલી મહિલા T20 વર્લ્ડ કપ મેચમાં હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનના કેપ્ટન ફાતિમા સના ટૉસ માટે આમને-સામને તો આવ્યા, પરંતુ બંનેએ હેન્ડશેક કર્યા નહીં. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયશા ઝફર, આલિયા રિયાઝ, સાયરા જબીન, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), રામીન શમીમ, નશરા સંધુ, તસ્મિયા રુબાબ, સાદિયા ઇકબાલ.
    Click here to Read More
    Previous Article
    Everything you need to know about ligers — the extraordinary lion-tiger hybrid
    Next Article
    બારી સાથે દોરી બાંધી ફાંસો ખાધો:સુરતમાં PT સાયન્સ કોલેજની MSc ITની વિદ્યાર્થિનીનો આપઘાત, પિતા ટેમ્પો ચલાવી દીકરીને ભણાવતા હતા, 15 દિવસથી ડિપ્રેશનમાં હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment