Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નૌસેનાને મળશે 8 નવા યુદ્ધજહાજ:મિસાઇલ અને સેન્સર સિસ્ટમથી સજ્જ હશે, બે ભારતીય કંપનીઓ બનાવશે; રક્ષા મંત્રાલય સાથે ₹53,866 કરોડનો કરાર

    3 days ago

    રક્ષા મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 8 નવા યુદ્ધજહાજો બનાવવા માટે ₹53,866.50 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નેક્સ્ટ જનરેશન કોર્વેટ એટલે કે નવી પેઢીના યુદ્ધજહાજો હશે. આ યુદ્ધજહાજોમાં આધુનિક મિસાઇલ, હથિયારો અને સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે. આ યુદ્ધજહાજો બનાવવાની જવાબદારી બે ભારતીય કંપનીઓને સોંપવામાં આવી છે. તેમાં કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) પાંચ અને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) ત્રણ યુદ્ધજહાજ બનાવશે. સોમવારે નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2માં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દુશ્મનનાં જહાજો અને સબમરીનો પર નજર રાખશે નેક્સ્ટ જનરેશન કોર્વેટમાં આધુનિક મિસાઇલ, શસ્ત્રો અને સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે. તેની મદદથી નૌસેના હવામાંથી, સમુદ્રની સપાટી પરથી અને પાણીની નીચેથી આવતા ખતરાઓનો સામનો કરી શકશે. આ જહાજોનો ઉપયોગ દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા, દુશ્મનનાં જહાજો અને સબમરીનો સામે કાર્યવાહી તથા તટીય સુરક્ષા માટે કરવામાં આવશે. તેઓ સમુદ્રકાંઠે સૈન્ય અભિયાનો ચલાવવામાં અને દેખરેખ રાખવામાં પણ મદદ કરશે. ભારતમાં બનેલા સામાન અને ટેક્નોલોજીનો ઉપયોગ થશે રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યુદ્ધજહાજોમાં 70%થી વધુ સામાન ભારતમાં બનાવવામાં આવશે. તેમની ડિઝાઇન પણ ભારતીય નૌસેના તૈયાર કરશે. યુદ્ધજહાજો 2030 સુધીમાં નૌસેનાને સોંપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સરકારના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનનો ભાગ છે. તેનાથી દેશમાં યુદ્ધજહાજો બનાવવાના કામને પ્રોત્સાહન મળશે. સાથે જ, રક્ષા ક્ષેત્રમાં અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં અને ભારતીય કંપનીઓની ભાગીદારી વધારવામાં મદદ મળશે. 10 વર્ષમાં 532 લાખ કામકાજના દિવસો જેટલી રોજગારી મળવાનો અંદાજ રક્ષા મંત્રાલય મુજબ, આ યુદ્ધજહાજોના નિર્માણથી આગામી 10 વર્ષમાં શિપયાર્ડમાં 72 લાખ અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગોમાં 460 લાખ કામકાજના દિવસો જેટલી રોજગારી ઊભી થવાની આશા છે. તેનો અર્થ એ છે કે વિવિધ લોકોને મળીને કુલ 532 લાખ દિવસો સુધી કામ મળશે. આ પ્રોજેક્ટમાં સરકારી રક્ષા કંપનીઓની સાથે ખાનગી શિપયાર્ડ અને ભારતીય ઉદ્યોગો પણ સામેલ થશે. તેનાથી નાના અને મધ્યમ વ્યવસાયોને પણ કામની તકો મળશે.
    Click here to Read More
    Previous Article
    નોરા ફતેહીને કોર્ટની ફટકાર:ઠગ સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં હાજર ન થઈ, જજે કહ્યું- વલણ યોગ્ય નથી, કોર્ટને હળવાશથી ન લો
    Next Article
    પાટીદારોના છોકરા દારૂડીયા, છોકરીઓ ગોલ્ડમેડલિસ્ટ: ગણપત યુનિ.ના ચેરમેન:રૂપાલાએ કહ્યું-આપણા સમાજમાં આ વિદેશી કલ્ચરની અસર, રાજકોટની દારૂ પાર્ટીને લઈ પાટીદારોમાં ચર્ચાનો વંટોળ ફુંકાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment