Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં અસહ્ય ઉકળાટ બાદ ચોમાસાનો પ્રારંભ:ખેરગામમાં 8 MM વરસાદ, વાંસદા સહિત સરહદી ગામોમાં અનરાધાર, નદીઓની સપાટી વધી

    3 days ago

    ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે. નવસારી શહેરથી લઈને આદિવાસી પંથક સુધી સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સવારના 4 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ 8 MM વરસાદ નોંધાયો છે. જિલ્લાના વાંસદા તાલુકાના ચૌંઢાગામ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચોરવણી, નિરપણ, મોરાઆંબા, ખાટાઆંબા, કણધા, અંકલાછ અને જીવા જેવા સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. ચોમાસાના વિધિવત આગમન સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીકામની તૈયારીઓ તેજ બની છે. વરસાદી માહોલ વચ્ચે ખેડૂત વર્ગમાં નવી આશાનો સંચાર થયો છે. હાલ ખેડૂતો વાવણી માટે અનુકૂળ અને સતત સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી ખરીફ પાકનું વાવેતર સમયસર શરૂ કરી શકાય. નવસારી જિલ્લા કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, આજે સવારે 8:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધીના 4 કલાકમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ (MM માં) નીચે મુજબ છે: ખેરગામમાં 08 MM, જલાલપોરમાં 06 MM, ગણદેવીમાં 05 MM, નવસારીમાં 02 MM, જ્યારે ચીખલી અને વાંસદામાં 00 MM વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે થયેલા વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી મુખ્ય ત્રણેય નદીઓની સપાટીમાં વધારો નોંધાયો છે. જોકે, તમામ નદીઓ હાલ ભયજનક સપાટીથી ઘણી નીચે વહી રહી હોવાથી તંત્રએ રાહત અનુભવી છે. પૂર્ણા નદીની વર્તમાન સપાટી 10 ફૂટ (ભયજનક સપાટી: 23 ફૂટ), અંબિકા નદીની 12 ફૂટ (ભયજનક સપાટી: 28 ફૂટ) અને કાવેરી નદીની 08 ફૂટ (ભયજનક સપાટી: 18 ફૂટ) છે. નદીઓની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરને મળશે રૂ. 35.21 કરોડનું સાંસ્કૃતિક કોમ્પલેક્ષ:મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ-ઓડિટોરિયમનું નિર્માણ કરાશે, સાંસ્કૃતિક વિકાસને નવી દિશા આપવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
    Next Article
    Rajkot Robbery Cast Update News | રાજકોટમાં 2.48 કરોડની લૂંટની ઘટનાનો આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment