Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટ, યુવકને લાતો-મુક્કા માર્યા:છોકરી સાથે પણ હાથાપાઈ; ગાર્ડનમાં ફોટો પાડતી વખતે હુમલો કર્યો; 8ને કસ્ટડીમાં લેવાયા, સગીરો સામે FIR

    12 घंटे पहले

    મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં એક છોકરા અને છોકરી સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે આઠ સગીરો સામે કેસ નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વાયરલ વીડિયોના આધારે પોલીસે મામલાની તપાસ કરી અને આરોપીઓની ઓળખ કરીને કેસ નોંધ્યો હતો. પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા તમામ છોકરાઓ સગીર હોવાનું જણાવાઈ રહ્યું છે. વીડિયોમાં છોકરાઓનું એક ગ્રુપ એક છોકરા- છોકરીને ઘેરીને તેમની સાથે બોલાચાલી કરતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી પણ થતી જોવા મળી રહી છે. છોકરાઓનું એક ગ્રુપ છોકરા અને છોકરીને ચારે બાજુથી ઘેરીને ઊભું છે અને મારામારી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો સુભાષ કુમાર (@Krishan10_) નામના યુઝરે એક્સ પર શેર કર્યો છે. વીડિયોમાં એક છોકરા અને છોકરીને કેટલાક છોકરાઓએ ઘેરી રાખ્યા છે. બોલાચાલી બાદ છોકરાઓનું જૂથ છોકરા-છોકરી પર મુક્કાઓથી હુમલો કરવા લાગે છે. ગુલાબી રંગનો કુર્તા-પાયજામા પહેરેલા એક છોકરાના હાથમાં લાકડી પણ જોવા મળી રહી છે. તે લાકડી વડે છોકરાને મારતો દેખાય છે. વીડિયોમાં કેટલાક યુવકો છોકરી સાથે પણ મારામારી કરતા જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં ફોટા પાડતી વખતે વિવાદ થયો ફરિયાદી મુજબ, તે પોતાની મહિલા મિત્રને મળવા માટે ઘાટકોપર ગયો હતો. ઘટના સમયે બંને એક બગીચામાં ફોટા પાડી રહ્યા હતા. આ દરમિયાન યુવકોનું એક જૂથ તેની મિત્રને વારંવાર પરેશાન કરી રહ્યું હતું. આરોપ છે કે છોકરાઓએ બંને સાથે ગાળાગાળી અને દલીલ શરૂ કરી દીધી. યુવકે તેનો વિરોધ કર્યો તો આરોપીઓએ તેના પર હુમલો કરી દીધો. સ્ટીલની બોટલથી યુવકના માથા પર હુમલો ફરિયાદી મુજબ, આરોપીઓએ તેને લાતો અને મુક્કાઓથી માર માર્યો. વીડિયોમાં આરોપી છોકરાઓ યુવક અને મહિલા પર લાકડીથી પણ હુમલો કરતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન એક યુવકે સ્ટીલની બોટલથી તેના માથા પર પ્રહાર કર્યો. મારામારીમાં બંને ઘાયલ થઈ ગયા. ત્યારબાદ તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા. છોકરીની ફરિયાદના આધારે કેસ નોંધાયો મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છોકરીની ફરિયાદના આધારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189(2), 189(4), 118(1), 352 અને 351(2) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (કિશોર ન્યાય બોર્ડ) સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે, હજુ સુધી ધરપકડની પુષ્ટિ કરવામાં આવી નથી. જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂઆત આ મામલામાં સામેલ તમામ આરોપીઓ સગીર હોવાથી તેમને સામાન્ય આરોપીઓની જેમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. પોલીસે તેમને કાયદાનું ઉલ્લંઘન કરનારા સગીરોની શ્રેણીમાં રાખ્યા છે અને હવે કિશોર ન્યાય કાયદા હેઠળ તમામને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બિટકોઇન 2 વર્ષના નીચલા સ્તર $56,195 પર પહોંચ્યો:24 કલાકમાં રોકાણકારોની સંપત્તિ $2 બિલિયન ઘટી, એથેરિયમ 9% અને ક્રિપ્ટો માર્કેટ કેપ 7.58% ઘટ્યું
    Next Article
    તુલસી વિવાહે સાળંગપુર હનુમાનજીને અનોખો શણગાર:મંદિરમાં વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment