Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણાવાવ પોલીસે 8 ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા:CEIR પોર્ટલની મદદથી રૂ. 1.72 લાખના ફોન મૂળ માલિકોને પરત સોંપાયા

    8 hours ago

    પોરબંદર જિલ્લામાં ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પાછા આપવાની કામગીરી હેઠળ રાણાવાવ પોલીસે વધુ એક સફળતા મેળવી છે. પોલીસે CEIR પોર્ટલની મદદથી કુલ 8 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત 1,72,287 રૂપિયા થાય છે. રાણાવાવ પોલીસ સ્ટાફની ટીમે ટેકનિકલ રીતે અને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવાનું શરૂ કર્યું. પોલીસે દિનેશ મેપા પરમારનો VIVO S1, હરદાસ કરશન ખુંટીનો VIVO Y, રમીલાબેન પોપટ દાવડાનો SAMSUNG, જયેન્દ્ર લાલજી રાડીયાનો REDMI A1, દિલીપ રેણા બાલસનો ONEPLUS NORD 2, પરેશ લાલજી લાડવાનો OPPO RENO 7 PRO, સરફરાજ અલીમામદ હાલેપોત્રાનો VIVO T અને રમેશ ગોવિંદ કારેણાનો VIVO Y21 સહિત કુલ 8 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મોબાઈલ ફોનની કુલ કિંમત 1,72,287 રૂપિયા છે. "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પાછા આપવામાં આવ્યા. પોતાનો ગુમ થયેલો મોબાઈલ પાછો મળતા અરજદારોએ રાણાવાવ પોલીસનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી પેપરમિલ એસોસિએશને લીલાપર ચોકડી પાસે સફાઈ અભિયાન કર્યું:ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને જીપીસીબીના અધિકારીઓ પણ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા
    Next Article
    રાણાવાવ પોલીસે ચાર ગુનાના નાસતા ફરતા આરોપીને પકડ્યો:રાયટિંગ અને હત્યાના પ્રયાસ સહિત પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ કરશન કોડીયાતર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment