Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બરે નવસારી આવશે:'નમો કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે, AI ટેકનોલોજી, ઓડિટોરિયમ-કોન્ફરન્સ હોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કાર્યાલય

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે નવસારીની મુલાકાત લેશે. તેઓ ગ્રીડ હાઈવેને અડીને બનેલા દેશના સૌથી આધુનિક અને સુવિધાજનક નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું હસ્તે લોકાર્પણ કરશે. સી.આર. પાટીલે સત્તાવાર માહિતી આપી તાજેતરમાં નવસારીમાં આયોજિત 'સંવાદ' કાર્યક્રમ દરમિયાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભવ્ય અને અત્યાધુનિક કાર્યાલયના ઉદ્ઘાટન માટે પોતાનો કિંમતી સમય ફાળવવાની સંમતિ આપી દીધી છે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, જે એક ઐતિહાસિક પ્રસંગ બનશે. સી.આર. પાટીલના મતે, આ કાર્યાલય કદાચ વિશ્વના અન્ય કાર્યાલયો કરતાં કદમાં નાનું હોઈ શકે છે, પરંતુ તેની ગુણવત્તા અને આધુનિક સુવિધાઓ તેને દેશનું સર્વશ્રેષ્ઠ અને આદર્શ કાર્યાલય બનાવે છે. મલ્ટીનેશનલ કંપનીની આધુનિક ઓફિસને ટક્કર મારે તેવું કાર્યાલય આ કાર્યાલયનું ખાતમુહૂર્ત વર્ષ 2024માં સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે માત્ર પોણા બે વર્ષના ટૂંકા ગાળામાં સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આશરે 10 કરોડથી વધુના ખર્ચે 40,000 સ્ક્વેર ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ કોર્પોરેટ શૈલીનું કાર્યાલય કોઈપણ મલ્ટીનેશનલ કંપનીની આધુનિક ઓફિસને ટક્કર મારે તેવું છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે દેશભરમાં વિસ્તરણ પામી રહી છે, તેને જોતા હવે સંગઠનાત્મક કામગીરી માટે પણ કોર્પોરેટ કલ્ચર અપનાવવામાં આવી રહ્યું છે. આ નવા કાર્યાલયમાં AI ટેકનોલોજી, ઓડિટોરિયમ અને કોન્ફરન્સ હોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે તેને દેશનું સૌથી હાઈટેક અને સુવિધાજનક ભાજપ કાર્યાલય બનાવે છે. જૂનું કાર્યાલય કેમ નાનું પડ્યું? તત્કાલીન ધારાસભ્ય મંગુભાઈ પટેલના સમયમાં નવસારી શહેરની અંદર જૂનું 'કમલમ' કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં ભાજપના સંગઠનનો વ્યાપ અને કાર્યકરોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રોજબરોજ આવતા કાર્યકરોના પ્રવાહ સામે જૂનું કાર્યાલય સાંકડું પડતું હતું અને ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હતી. જેથી કેન્દ્રીય મોવડીમંડળની યોજના હેઠળ હાઇવે નજીક આ વિશાળ જગ્યા પસંદ કરી નવું 'નમો કમલમ' તૈયાર કરાયું છે, જે સમગ્ર જિલ્લાના ભાજપ કાર્યકરો માટે આરામદાયક અને અનુકૂળ રહેશે. હાલમાં આ અતિઆધુનિક કાર્યાલયની તમામ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે તેના ઔપચારિક લોકાર્પણની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના ખેડૂતોનો NH-68 બાયપાસ એલાઇનમેન્ટ સામે વિરોધ:નાયબ કલેક્ટરને આવેદનપત્ર, 3A નોટિફિકેશન રદ કરી તપાસની માંગ
    Next Article
    નેપાળ પૂરમાં ફસાયેલા 288 ભારતીયો હજુ પણ ગુમ:મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, અત્યાર સુધીમાં 273 લોકોના જીવ ગયા; 1500 લોકોની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment