Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીને રાહુલનો નવો પડકાર, 8 દિવસમાં છઠ્ઠી વાર લલકાર્યા, ચૂંટણીમાં હારથી ટ્રમ્પ ઢીલા ઢફ, ઇન્સ્ટાગ્રામ-ફેસબુક AIથી યુઝરની ઉંમર ઓળખશે

    10 hours ago

    નમસ્તે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર PM મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. મિડટર્મ ચૂંટણીમાં હાર માટે ટ્રમ્પે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં જાણો કે META ઇન્સ્ટાગ્રામ પર નવું AI સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે હેમિલ્ટનમાં ત્રીજી વન-ડે મેચ. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલે કહ્યું- પીએમએ અમને નક્સલી કહ્યા, મારી સાથે ચર્ચા કરે:તે પછી કોઈ જવાનની સામે ઊભા રહી શકશો નહીં; 8 દિવસમાં છઠ્ઠી વખત પડકાર રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત ખુલ્લી ચર્ચાનો પડકાર આપ્યો છે. આ વખતે તેમણે સીધા CRPFના જવાનોને ટૅગ કરીને પોસ્ટ કરી છે. છેલ્લા 8 દિવસમાં આ છઠ્ઠી વખત છે, જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચર્ચા માટે કહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ટ્રમ્પે હાર માટે ઇઝરાઇલને જવાબદાર ઠેરવ્યું:કહ્યું- અમેરિકી જનતા તેમનાથી ખૂબ નારાજ છે, ઈરાન યુદ્ધ અને મોંઘા પેટ્રોલથી પણ નુકસાન થયું અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીમાં પાર્ટીની હારનું કારણ ઇઝરાયેલને ગણાવ્યું છે. તેમણે રવિવારે CBS ન્યૂઝના કાર્યક્રમ ‘60 મિનિટ્સ’માં કહ્યું કે ઇઝરાયેલને લઈને અમેરિકન લોકોમાં ઘણો રોષ છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન લોકો ભલે ઇઝરાયેલને પસંદ કરતા ન હોય, પરંતુ તેમની સરકાર ઇઝરાયેલની ઘણી નજીક છે. ટ્રમ્પે હારનાં અન્ય કારણો પણ ગણાવ્યાં. સંપૂર્ણ સમાચાર વાંચો 3. શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવા માટે નવો પાસપોર્ટ માંગ્યો:હસીનાએ કહ્યું- કોઈ પણ સંજોગોમાં ઘરે પરત ફરીશ; 2 વર્ષથી ભારતમાં છે પૂર્વ પીએમ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશમાં પરત ફરવા માટે નવો પાસપોર્ટ માંગ્યો છે. તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માગે છે. આ અરજી નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ દૂતાવાસમાં કરવામાં આવી છે. તેમના વકીલે સોમવારે લંડનમાં બાંગ્લાદેશના ટોપ રાજદ્વારીને પણ ઈમેલ કર્યો છે. તેમાં હસીના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની માંગ કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. એનવિડિયા CEOનું ચીની મહિલા સાથે અફેર:પત્ની-બાળકોની માફી માંગી, અમેરિકાને શંકા- મહિલા જાસૂસ હતી, ચીન સુધી ગુપ્ત માહિતી પહોંચાડી દુનિયાની મોટી ચિપ કંપની એનવિડિયાના CEO જેન્સન હુઆંગનું એક ચીની મહિલા સાથે અફેર હતું. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે આ મહિલા ચીન માટે જાસૂસી કરી રહી હતી અને તેણે હુઆંગ સાથે નિકટતા વધારીને તેમની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી ચીન સુધી પહોંચાડી. મામલો સામે આવ્યા બાદ એનવિડિયાના બોર્ડે હુઆંગ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ હુઆંગે રવિવારે કંપનીના બોર્ડ સમક્ષ મહિલા સાથે અફેર હોવાની વાત સ્વીકારી હતી. તેમણે પત્ની અને બાળકોની માફી પણ માંગી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. વસતીગણતરી 2027- દેશને 24.25 લાખ હાઉસ લિસ્ટિંગ બ્લોકમાં વહેંચવામાં આવ્યો:દરેક બ્લોકમાં 150-200 ઘર હશે, એક કર્મચારી 800 લોકોની ગણતરી કરશે વસતી ગણતરી 2027 માટે ભારતે અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ કામ પૂર્ણ કરી લીધું છે. હકીકતમાં, દેશના 24.25 લાખ હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLB)નું મેપિંગ વિશેષ સોફ્ટવેરથી કરવામાં આવ્યું છે. વસતી ગણતરી સમગ્ર ભારતમાં એકસાથે થતી નથી. તેના માટે સમગ્ર દેશને નાના-નાના ભાગોમાં વહેંચવામાં આવે છે. એક બ્લોકમાં 800 લોકો સુધીની વસતી હોય છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 'ગુજરાતીઓ તમારા છોકરાઓને બચાવો, દલજીતના કોન્સર્ટમાં કોઈ ન જાય':અમદાવાદ, સુરત, વડોદરાની બેંક અને અમદાવાદમાં 21મીએ આયોજીત કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી ગુજરાતમાં દીપાવલીના તહેવારોની ઉજવણી વચ્ચે 3 દિવસમાં બીજીવાર સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળતા દોડધામ મચી છે. અમદાવાદ, સુરત અને વડોદરાની બેંક ઓફ ઈન્ડિયા અને બેંક બરોડાની બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા અલગ અલગ મેઈલ જે તે બેંકને મોકલવામાં આવ્યા. અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાને જે મેઈલ કરવામાં આવ્યો તેમાં 21મી નવેમ્બરે મોદી સ્ટેડિયમમાં આયોજીત દિલજીત દોસાંજના કાર્યક્રમમાં પણ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. ખાલિસ્તાનના નામે લખાયેલા મેઈલમાં જણાવવામાં આવ્યું કે, ગુજરાતીઓ તમારા છોકરાઓ બચાવો, કોઈ દિલજીત દોસાંજના કાર્યક્મમાં ન જાય'. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમિત શાહે અમદાવાદનો સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:રાણીપની સભામાં કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં રૂ. 1,024 કરોડના વિવિધ 30 વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કર્યા છે. આ ઉપરાંત 450 કરોડના ખર્ચે બનેલા અને 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ભાગવતે કહ્યું-1930માં RSS પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ થયો હતો:ત્યારે ઇબ્રાહિમે તેનો વિરોધ કર્યો હતો, સ્વયંસેવક જ સંઘની ઓળખ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી:PM બોલ્યા- વાતચીત દ્વારા યુદ્ધનો ઉકેલ આવે, શાંતિના દરેક પ્રયાસમાં ભારત સાથે (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ તમિલનાડુમાં ફટાકડા ફોડવા મામલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની હત્યા:ડ્યૂટી પરથી પરત ફરી રહ્યા હતા, રસ્તા પર ફટાકડા ન ફોડવા કહ્યું હતું, યુવકોએ મારામારી કરી; 3ની ધરપકડ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ઇજિપ્તમાં બે ટ્રેનો અથડાઈ, 4નાં મોત, 88 ઘાયલ:ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; 25 વર્ષમાં અહીં 9 મોટા રેલ અકસ્માતો થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ સોનું 10 વર્ષમાં 5 ગણું મોંઘું થયું,હવે ભાવ કેટલે પહોંચશે?:એક્સપર્ટની મોટી ભવિષ્યવાણી, જાણો અત્યારે ગોલ્ડ ખરીદવાથી ફાયદો કે નુકસાન (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ શેરબજાર 2027નો વર્તારો!:આગામી એક વર્ષમાં કયા સેક્ટરમાં થશે કમાણી? જાણો જ્યોતિષીય આગાહી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ અનુજ શ્રીવાસ્ત્રી ભારતના 100મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા:ફિલિપાઇન્સમાં આસિયાન પ્લસ ચેમ્પિયનશિપ જીતી, વિશ્વનાથન આનંદ છે પહેલાં ગ્રાન્ડમાસ્ટર (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 6.5 કિલો સોનાના આભૂષણોથી બનાવેલી રંગોળી દિવાળીના અવસર પર દુબઈના એક મોલમાં સોના અને હીરાના આભૂષણોથી અનોખી રંગોળી બનાવવામાં આવી. તેમાં 213 આભૂષણો લગાવવામાં આવ્યા, જેનું કુલ વજન 6.5 કિલો છે. બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તેનું ઉદ્ઘાટન કર્યું. 10 લોકોની ટીમે 16 કલાકમાં તેને તૈયાર કરી. તેમાં હાર, બંગડીઓ, ઝુમકા અને પેન્ડન્ટનો સમાવેશ થાય છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. વર્લ્ડબેંકના રિપોર્ટે ભારતને ઉઘાડું પાડ્યું:અમેરિકાના ગરીબો કરતાં દેશના અમીરોની કમાણી ઓછી, મધ્યમ વર્ગનો મરો, આર્થિક અસમાનતાનું વરવું સત્ય જાણો 2. મચ્છરોનો ગઢ શોધવા મહેસાણાના 2 યુવાનોની કમાલ:ડ્રોનમાં AI ઉમેરી તૈયાર કર્યું 'સુપર બ્રેન', બિલ ગેટ્સની ટીમ પણ દેશી ટેકનોલોજીની બની ફેન 3. 13 નવેમ્બર 2026ના રોજ દુનિયાનો અંત આવશે?:66 વર્ષ પહેલાંની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં, શું તમારે ચિંતા કરવી જોઈએ? 4. દિવાળીની ભેટમાં સાહેબને સોનાની લગડી?:વેકેશન પછી અધિકારી વિદેશ જવાની તૈયારીમાં; AAPના નેતા ઘેરાયા, જુઓ VIDEO 5. 1991માં સળગાવવામાં આવ્યું 700 વર્ષ જૂનું મંદિર, હવે દીવા પ્રગટ્યા:કાશ્મીરમાં 400થી વધુ મંદિરો વેરાન, 350નું રિનોવેશન શરૂ 6. ખાધા પછી કલાકો સુધી ખોરાક પચતો નથી?:ગેસ્ટ્રોપેરેસિસ હોઈ શકે છે; ડૉક્ટર પાસેથી જાણો લક્ષણો, સારવાર અને બચાવની 10 ટિપ્સ 7. આજનું એક્સપ્લેનર:3 દિવસમાં 'રામાયણ'એ કમાયા ₹375 કરોડ, નફા માટે ₹5000 કરોડનું કલેક્શન જરૂરી; ₹2000 કરોડ ક્યાં ખર્ચી નાખ્યા? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: નવા વર્ષનો પહેલો દિવસ મેષ, કર્ક અને મકર રાશિના જાતકો માટે 'મંગળ', મિથુન રાશિના લોકોનું ટેન્શન હળવું થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    મેચમાં વરસાદના કારણે ટૉસ મોડો થશે:વિરાટ ન્યૂઝીલેન્ડ સામે 2000 રનથી 22 રન દૂર; રોહિત પાસે હજાર સિક્સર ફટકારવાની તક
    Next Article
    Pete Hegseth: Fox Co-Host Turned Scandal-Plagued US Defence Chief

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment