Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ પડ્યા પહેલા ભાજપનો 8 બેઠક પર કબજો:વ્યારા નગરપાલિકામાં કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ખળભળાટ; ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ

    1 week ago

    વ્યારા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારોએ અચાનક મેદાન છોડતા રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર થયો છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો પૈકી 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિપક્ષી ઉમેદવારોની આ પીછેહઠને ભાજપ માટે મોટી વ્યૂહાત્મક જીત માનવામાં આવી રહી છે. વિપક્ષી ઉમેદવારોની પીછેહઠ ચૂંટણી મેદાનમાંથી મુખ્ય વિપક્ષી ચહેરાઓએ નામ પરત ખેંચતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. વોર્ડ નંબર 2: કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ચંદ્રકાંત પ્રજાપતિ અને આમ આદમી પાર્ટીના સંગીતાબેન ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચી છે. વોર્ડ નંબર 6: આમ આદમી પાર્ટીના રમણલાલ રાણાએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. વોર્ડ નંબર 7: આમ આદમી પાર્ટીના રમેશ સોનીએ મેદાન છોડતા ભાજપનો માર્ગ મોકળો બન્યો છે. વોર્ડ નંબર 7માં ભાજપનો ક્લીન સ્વીપ વોર્ડ નંબર 7 માં 'આપ' ના ઉમેદવારે ફોર્મ ખેંચતા જ ભાજપની આખી પેનલ બિનહરીફ વિજેતા બની છે. આ જીતને પગલે ભાજપના છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 7ના બિનહરીફ બિનહરીફ બેઠકોનો આંકડો વધવાની શક્યતા વ્યારા નગરપાલિકામાં અત્યાર સુધી ભાજપે 8 બેઠકો સુરક્ષિત કરી લીધી છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર્મ ખેંચવાની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી બિનહરીફ બેઠકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. વિપક્ષી એકતાના અભાવે અને છેલ્લી ઘડીએ ઉમેદવારોએ હથિયાર નીચે મૂકી દેતા આ ચૂંટણી ભાજપ માટે એકતરફી બની રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ખેંચતાં ખળભળાટ:મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો, પીરછલ્લા વોર્ડના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
    Next Article
    Injured Virat Kohli's Training Visual Ahead Of LSG Clash Leaves Fans Concerned

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment