Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી:મોન્સૂન ટ્રફ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ

    1 day ago

    ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી 8 અને 9 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે દક્ષિણ- મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના 7 ઓગસ્ટે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત્ રહેશે. રાજ્યમાં સામાન્ય કરતાં 16% વધુ વરસાદ નોંધાયો, પવનની ઝડપ વધવાની શક્યતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ શકે છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 480.9 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 416 mm કરતાં 16% વધુ છે. હાલમાં એક્ટિવ સિસ્ટમ્સના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામશે.
    Click here to Read More
    Previous Article
    ન્યાયતંત્રમાં મોટાપાયે બદલી-બઢતી:67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ, 26 સિનિયર સિવિલ જજની બદલી, જુઓ લિસ્ટ
    Next Article
    મેઘપુરમાં પશુઓનો શિકાર કરતો દીપડો પાંજરે પુરાયો:વન વિભાગે પાંજરું ગોઠવતા ગ્રામજનોએ રાહત અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment