Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.8માં ભણતા વિદ્યાર્થીનો હાથ અકસ્માતમાં કપાયો:9 વર્ષની કાનૂની લડત બાદ વીમા કંપનીને વ્યાજ સાથે 30.77 લાખનું વળતર ચૂકવવા આદેશ

    8 hours ago

    વર્ષ 2015માં બોરસદ-ધર્મજ હાઈ-વે પર થયેલા એક ભયાનક અકસ્માતના કેસમાં સુરતની મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલે ઐતિહાસિક અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અલ્ફેઝ કાછલીયા નામના યુવકે માત્ર 14 વર્ષની ઉંમરે લક્ઝરી બસના અકસ્માતમાં પોતાનો જમણો હાથ ખભાના ભાગેથી ગુમાવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના બાદ, ન્યાય માટે લાંબી કાનૂની લડત ચાલી હતી. આખરે, કોર્ટે યુવકની તરફેણમાં આદેશ આપતા 17,58,258 અને 7.5% વ્યાજ (કુલ અંદાજે 30.77 લાખ) ચૂકવવાનો લક્ઝરી બસના ચાલક, માલિક અને વીમા કંપનીને હુકમ કર્યો છે. લક્ઝરી બસના ચાલકની ગંભીર બેદરકારી આ અકસ્માતની વિગતો મુજબ ડિસેમ્બર 2015માં અલ્ફેઝ એક મરણક્રિયામાં જવા માટે લક્ઝરી બસમાં સવાર થયો હતો. મુસાફરી દરમિયાન લક્ઝરી બસના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી બસ ચલાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ સાઈડમાં જઈ સામેથી આવતી એસ.ટી. બસ સાથે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અલ્ફેઝ બારીની બહાર ફેંકાઈ ગયો હતો અને તેનો જમણો હાથ ખભાના ભાગેથી કપાઈને અલગ થઈ ગયો હતો. ઘટના સ્થળે થયેલી આ ગંભીર ઈજાએ કિશોરનું આખું જીવન બદલી નાખ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીનો અભ્યાસ છૂટ્યો અકસ્માત સમયે અલ્ફેઝ ધોરણ-8માં અભ્યાસ કરતો એક હોનહાર વિદ્યાર્થી હતો. જમણો હાથ કપાઈ જવાથી તેના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો. ડોક્ટરો દ્વારા તેને 60% કાયમી શારીરિક ખોડ જાહેર કરવામાં આવી હતી. લખવા અને અન્ય કાર્યો માટે મુખ્ય ગણાતો હાથ જ ન હોવાથી અલ્ફેઝ આગળનો અભ્યાસ કરી શક્યો નહીં અને તેને ભણતર અધવચ્ચે જ છોડવાની ફરજ પડી હતી. જે ઉંમરે તેના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે તે શારીરિક અક્ષમતા સામે લડી રહ્યો હતો. 9 વર્ષની કાનૂની લડત અને વકીલોની ધારદાર દલીલ અરજદાર તરફે વકીલ સુરેશ યાદવ અને ગોપી પાંડેએ ટ્રિબ્યુનલ સમક્ષ અસરકારક રજૂઆતો કરી હતી. તેઓએ દલીલ કરી હતી કે બસ ડ્રાઈવરની રોંગ સાઈડમાં બસ ચલાવવાની બેદરકારીને કારણે એક નિર્દોષ બાળકનું ભવિષ્ય બરબાદ થયું છે. સારવાર પાછળ લાખોનો ખર્ચ થયો છે અને યુવક હવે કાયમી અપંગ બન્યો છે. જજ આર. એ. ત્રિવેદીએ શારીરિક નુકસાન અને ભવિષ્યની આવકને ધ્યાને લઈ આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે યુવકને ફરીથી પગભર થવામાં મદદરૂપ થશે. હાલ પિતાની દુકાને ફ્રૂટ વેચી કરી રહ્યો છે ગુજરાન હાથ ગુમાવ્યા બાદ અને ભણતર છૂટી ગયા બાદ અલ્ફેઝે હિંમત હારી નથી. તે હાલમાં તેના પિતાની શોપ પર બેસીને ફ્રૂટ વેચવાનું કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે. એક હાથ હોવા છતાં તે મહેનત કરી રહ્યો છે. કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી વળતરની રકમ તેના માટે મોટી રાહત સાબિત થશે. વ્યાજ સાથેની આશરે 30.77 લાખની રકમ તેને ભવિષ્યમાં આર્થિક સુરક્ષા પૂરી પાડશે અને તેના જીવનની મુશ્કેલીઓ ઓછી કરશે. એડવોકેટ સુરેશ યાદવનું નિવેદન આ કેસ અંગે એડવોકેટ સુરેશ યાદવે જણાવ્યું હતું કે, "મારા અસીલ અલ્ફેઝભાઈ 30-12-2015ના રોજ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરની ગફલતને કારણે અકસ્માત થયો હતો. તેમનો જમણો હાથ ખભા નીચેથી કપાઈ જવાથી તેઓ 60 ટકા કાયમી ખોડનો ભોગ બન્યા હતા. સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.એ. ત્રિવેદી સાહેબે તમામ પુરાવાઓ ધ્યાને લઈ વીમા કંપનીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ રકમ મારા અસીલને તેનું આગળનું જીવન સ્વાભિમાન સાથે જીવવા માટે ખૂબ જ મદદરૂપ થશે."
    Click here to Read More
    Previous Article
    હિમંતાએ કહ્યું- મમતાએ મત માટે જમીન બાંગ્લાદેશીઓને વેચી:બંગાળના CMએ કહ્યું- ભાજપનું પતન ગઈકાલથી શરૂ થયું; રાહુલ ગાંધીની તમિલનાડુમાં 3 રેલી
    Next Article
    ‘Live in fear… avoid going out’: On the ground in Una, a month after court acquitted 35 for flogging

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment