Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર:રાજ્યમાં આગામી 8-9 દિવસ વાતાવરણમાં ફેરફાર નહીં, હળવા વરસાદની આગાહી વચ્ચે 16% ઘટ

    21 hours ago

    4 સપ્ટેમ્બરના રોજ સતત બીજા દિવસે ભાવનગર 36.2°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે કંડલા 35.6°C સાથે બીજા નંબર પર રહ્યું. કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોનો પાક પણ સૂકાઈ રહ્યો છે અને લોકોને પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર સક્રિય થયેલા વેલ માર્ક્ડ લો પ્રેશર અને અરબી સમુદ્ર તરફથી પસાર થતી ટ્રફના કારણે ગુજરાતમાં ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8થી 9 દિવસ દરમિયાન રાજ્યના તાપમાન અને વાતાવરણમાં કોઈ મોટો બદલાવ આવશે નહીં અને સમગ્ર ગુજરાત તથા સંઘપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચાલુ સીઝનમાં રાજ્યમાં સરેરાશ 16% વરસાદની ઘટ નોંધાઈ છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 37% અને અમદાવાદમાં 4%ની ઘટ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા ઝાપટાં આગામી 7 દિવસ દરમિયાન સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરના કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા હાલ કોઈ પણ જિલ્લા માટે ભારે વરસાદની ચેતવણી કે એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાંની સંભાવના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 1 જૂનથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 595.7 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    Meet Madhya Pradesh's 'Bittu Tabahi': 21-Year-Old Takes On A Polluted River
    Next Article
    રાઈડ્સે લોકોને ઘેલા કર્યાં, જુઓ રાજકોટ લોકમેળાનાં ત્રીજા દિવસનો નજારો:જન્માષ્ટમીએ પગ મુકવાની જગ્યા નહીં, મહિલાની તબિયત લથડી; 3 દિવસમાં 7.40 લાખ લોકોએ મેળાની મજા માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment