Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ:મોરબીમાં 9 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ, હળવદમાં રણ પાસે બાળકો, મહિલા સહિત 12 લોકો ફસાયા; સુરેન્દ્રનગરનો ભોગાવો-2 ડેમ ઓવરફ્લો

    9 hours ago

    1 ઓગસ્ટના દિવસ દરમિયાન ખાબકેલા વરસાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાઈ હતી. જેમાં સૌથી વધુ મેઘરાજાએ મોરબી અને સુરેન્દ્રનગરને ધમરોળ્યું છે. પાટણ, ભરૂચ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. સુરેન્દ્રનગરના અનેક જગ્યાએ પાણી ભરાવાથી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો હતો. વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમ અને ધ્રાંગધ્રાનું રણમલ તળાવ ઓવરફ્લો થયું હતું. સુરતમાં ફરી ખાડીપુરથી સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાપી નદીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજકોટમાં આજી-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. નવસારી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, ઊંઝા, વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. રાજ્યમાં સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી 254 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 9 ઈંચ અને ટંકારામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને મોરબીના હળવદમાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 25 તાલુકામાં 3થી 6 ઈંચ તો 102 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. આજે 2 ઓગસ્ટના રોજ 8 જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાર સિસ્ટમ સક્રિય, બંદરો પર નંબર-3નું સિગ્નલ હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મીમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 439.9 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    India Script History, Achieve Record First As Boxers Win 5 Gold Medals At Commonwealth Games 2026
    Next Article
    કોમનવેલ્થમાં 7 ભારતીય બોક્સરોને ગોલ્ડ, 3 ને સિલ્વર:સોમને પેરા શોટપુટમાં ગોલ્ડ અપાવ્યો; ગુલવીરને 5000 મીટર દોડમાં બ્રોન્ઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment