Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8ના બદલે 9થી 11 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે:PMના ગુજરાત પ્રવાસને કારણે સત્ર એક દિવસ પાછળ ખસેડાયું, વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો

    14 hours ago

    ગુજરાત વિધાનસભાના નવમા સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યપાલએ વિધાનસભાનું સત્ર 8 સપ્ટેમ્બર, 2026થી બોલાવ્યું હતું પરંતુ, હવે નવું આહવાન કરીને સત્ર 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ મળશે. સત્ર દરમિયાન સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસના પ્રસ્તાવો તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસાર વિવિધ કામગીરી હાથ ધરાશે. સત્રની તારીખોમાં ફેરફારના કારણે 9, 10 અને 11 સપ્ટેમ્બરના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન હાથ ધરવાના કામ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય કર્યો છે. સત્રને 1 દિવસ પાછળ ખસેડવાની દરખાસ્ત મોકલાઈ હતી ગુજરાત વિધાનસભાના આગામી 3 દિવસીય સત્રની તારીખોમાં મોટો ફેરફાર કરવા માટે રાજ્યપાલ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. અગાઉ રાજ્યપાલ દ્વારા આગામી 8 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે વિધાનસભા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જોકે 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા હોવાથી વહીવટી અને રાજકીય સ્તરે કોઈ અવરોધ ન સર્જાય તે હેતુથી સત્રને 1 દિવસ પાછળ ખસેડવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. 9થી 11 સપ્ટેમ્બર સુધી 3 દિવસીય સત્ર યોજવા નવી દરખાસ્ત વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમોને ધ્યાને રાખીને 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા સત્રના સ્થાને હવે 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી વિધાનસભા સત્ર યોજવા માટેનો સુધારેલો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે લોકભવન ખાતે રાજ્યપાલને સંબોધીને વિધિવત લેખિત દરખાસ્ત સુપરત કરવામાં આવી હતી, જેથી સમગ્ર સત્રનું આયોજન સરળતાથી પાર પાડી શકાય. PM મોદીની મુલાકાતને કારણે વહીવટી સંકલન માટે નિર્ણય લેવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્યમાં યોજાનારા વિવિધ વિકાસ કાર્યો અને સત્તાવાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. તે દિવસે મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો તેમજ ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિ જરૂરી હોવાથી તે જ દિવસે વિધાનસભા સત્ર યોજવાથી વહીવટી અને પ્રોટોકોલ સંકલનમાં મુશ્કેલી ઊભી થઈ શકે તેમ હતી. આ સ્થિતિને ટાળવા માટે સત્રને 1 દિવસ મોડું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સૌથી મોટી મહિલા કાવડયાત્રા, DRONE વીડિયો:કેસરી સાડીમાં સજ્જ 7 હજાર બહેનોએ તાપી જળ ભરી 5 હજાર પાર્થિવ શિવલિંગની પૂજા કરી
    Next Article
    ચંડીસર GIDCમાંથી રૂ. 2.61 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment