Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓનો અકસ્માત:ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, કુલ 18 ઈજાગ્રસ્ત, 6 લોકોની હાલત ગંભીર

    11 hours ago

    જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ પાસે મંગળવારે પ્રવાસીઓને લઈ જતી ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત 18 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાહન પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ખીણમાં પડી ગયું હતું. અકસ્માત બાદ તરત જ સ્થાનિક રહીશો અને પોલીસ કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. વાહનમાં સવાર તમામ લોકોને તબીબી સારવારની જરૂર હોવાથી વિસ્તારના વિવિધ ભાગોમાંથી ઈમરજન્સી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સોનમર્ગ, ગુંડ અને ગનીવનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) સહિત અનેક તબીબી સુવિધાઓમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને પહેલા PHC ગુંડ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તબીબોએ વધુ સારવાર માટે તમામ 18 ઈજાગ્રસ્તોને શ્રીનગરના સૌરા સ્થિત શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) ખાતે રિફર કર્યા હતા. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ઈજાગ્રસ્તોમાં ગુજરાત, પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ સામેલ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) કંગન રાજેશ રૈનાએ કાશ્મીર ન્યૂઝ ટ્રસ્ટને અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ડ્રાઇવર સહિત 18 લોકોને ઈજાઓ પહોંચી છે. રૈનાએ જણાવ્યું કે તમામ ઈજાગ્રસ્તોને SKIMS શ્રીનગર મોકલતા પહેલા ગુંડ PHC લઈ જવામાં આવ્યા હતા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 6 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તો અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોની યાદીમાં ડ્રાઈવર સહિત 12 લોકોની પ્રાથમિક ઓળખ થઈ છે. જેમાં ગુજરાતના અમદાવાદ અને સુરત, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને અન્ય વિસ્તારો તેમજ પંજાબના ગુરદાસપુરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નામોની યાદીમાં અમદાવાદના શારદા બેન (58) અને રમેશ ભાઈ (59); સુરતના દાયશા (42); અમદાવાદના શોભા બેન (50) અને રાજેશ કુમાર; તેમજ પશ્ચિમ બંગાળના સ્વર્ણદ્યુતિ ઘોષ (24), માલા ઘોષ (48) અને સુરજીત ઘોષ (61) નો સમાવેશ થાય છે. ગુજરાતના મુકેશ ભાઈ, કલા બેન અને રોહન ભાઈ પણ આ યાદીમાં સામેલ હતા. પંજાબના ગુરદાસપુરના રહેવાસી જગદીશની ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર તરીકે ઓળખ થઈ હતી. ઉપલબ્ધ યાદી મુજબ શારદા બેન, રમેશ ભાઈ, દાયશા, શોભા બેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે ઈજા થઈ છે, જ્યારે સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગમાં ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તો અંગેની વધુ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. અકસ્માત ઓવર સ્પીડિંગના કારણે થયાની આશંકા અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગને કારણે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Poll Body Rejects Rigging Claims In 2024 Haryana, Maharashtra Elections
    Next Article
    US Judge Rejects BBC's Bid To Dismiss Trump's $5 Billion Defamation Suit

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment