Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:8 રન બનાવવામાં 6 વિકેટ ગુમાવી, શ્રી ચારણીએ બે ઓવરમાં ત્રણ PAK બેટર્સને પેવેલિયન ભેગી કરી; સ્કોર 45/6

    1 day ago

    દુબઈમાં શનિવારે વુમન્સ એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ભારતે વુમન્સ એશિયા કપમાં પાકિસ્તાનના 6 બેટર્સને પવેલિયન ભેગા કરી દીધા છે. પાકિસ્તાનનો સ્કોર 45/6 છે. ઈમાન ફાતિમા અને ઉમ્મ-એ-હાની ક્રિઝ પર છે. 10મી ઓવરના પહેલા બોલ પર દીપ્તિ શર્માએ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાને આઉટ કરી. સના ખાતું પણ ખોલી શકી ન હતી. આ પહેલાં પ્રેમા રાવતે સદફ શમાસને કૉટ એન્ડ બોલ્ડ કરી હતી. શ્રી ચરણીએ 3 વિકેટ ઝડપી. શેફાલી વર્માને પણ એક વિકેટ મળી. બન્ને ટીમની કેપ્ટન્સે હાથ મિલાવ્યો નહીં ટૉસ વખતે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એકવાર પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ ન મિલાવ્યો. ભારતીય કેપ્ટને 14 જૂને રમાયેલી વુમન્સ T-20 વર્લ્ડ કપની મેચમાં પણ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો. 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન કરવાની નીતિ જોવા મળી રહી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફીકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, ઈમાન ફાતિમા, તુબા હસન, નશરા સંધુ અને સાદિયા ઈકબાલ.
    Click here to Read More
    Previous Article
    NEET PG Answer Key 2026 Expected By September 30? Check Here
    Next Article
    સુરતમાં બેકાબૂ કારે દોઢ કિ.મી.માં 5 વાહનોને ફંગોળ્યા:રોષે ભરાયેલા ટોળાએ નશામાં ધૂત ચાલકને ઘેરીને ફટકાર્યો, BJP કાર્યકર્તા સહિત બે ઈજાગ્રસ્ત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment