Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શૂટઆઉટ એટ લોખંડવાલા' ફેમ ડિરેક્ટર સંજય ગુપ્તાનું અવસાન:ઘરના બાથરૂમમાં પડી ગયા હતા, 8 દિવસ પહેલાં જ ઉજવ્યો હતો 57મો બર્થડે

    8 hours ago

    'કાબિલ', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'મુંબઈ સાગા' જેવી શ્રેષ્ઠ ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂકેલા સંજય ગુપ્તાનું આજે સવારે નિધન થયું છે. ડિરેક્ટરે 23 ઑક્ટોબરે 57મો જન્મદિવસ મનાવ્યો હતો. અહેવાલ અનુસાર, ડિરેક્ટર 30 ઑક્ટોબરે મુંબઈ સ્થિત પોતાના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. જોકે, તેની જાણકારી આજે સવારે મળી. હાલ ડિરેક્ટરના મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું નથી. સંજય ગુપ્તાએ બોલિવૂડમાં ક્રાઇમ, ગેંગસ્ટર ડ્રામા, એક્શન અને અંડરવર્લ્ડ પર આધારિત ફિલ્મો દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમની સૌથી ચર્ચિત ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને સંજય દત્ત અભિનીત 'કાંટે', હૃતિક રોશનની 'કાબિલ', સંજય દત્તની 'જિંદા' અને જૉન અબ્રાહમની 'શૂટઆઉટ એટ લોખંડવાલા' સામેલ છે. 'કાંટે'ની રિલીઝ બાદ 5 અઠવાડિયા સુધી આઈસીયુમાં રહ્યા સંજય ગુપ્તાએ અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, મહેશ માંજરેકર, કુમાર ગૌરવ, મલાઈકા અરોડા અને લકી અલી સ્ટારર ફિલ્મ 'કાંટે'નું ડિરેક્શન કર્યું હતું. ફિલ્મના કેટલાક ભાગો લોસ એન્જલસમાં શૂટ કરવામાં આવ્યા હતા, પરંતુ તે જ સમયે 9/11ના હુમલાને કારણે શૂટિંગમાં ઘણી અડચણો આવી અને શેડ્યૂલ બદલવું પડ્યું. ફિલ્મ 20 ડિસેમ્બર 2002ના રોજ રિલીઝ થઈ અને હિટ સાબિત થઈ. ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા બાદ, 27 ડિસેમ્બર 2002ના રોજ સંજય ગુપ્તાનો ખંડાલાથી પરત ફરતી વખતે કાર અકસ્માત થયો હતો. જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેમના આગામી 72 કલાક અત્યંત ગંભીર છે. ત્યારે તેમની ઉંમર માત્ર 35 વર્ષ હતી. ડિરેક્ટરને 5 અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા હતા. સંજય ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતા. આ જ વર્ષે જૂનમાં એક પોસ્ટ કરીને તેમણે ‘કાંટે’ની રિલીઝ સમયે થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સંજય ગુપ્તાને અંડરવર્લ્ડની ધમકીઓ મળી હતી, સંજય દત્તે કરી મદદ થોડા અઠવાડિયા પહેલાં જ સંજય ગુપ્તાએ હુસૈન ઝૈદીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમને 1992-93 દરમિયાન અંડરવર્લ્ડની ધમકીઓ મળી હતી. તે સમયે તેઓ ડિરેક્ટર તરીકેની પોતાની પ્રથમ ફિલ્મ ‘આતિશ’ બનાવી રહ્યા હતા, જેમાં સંજય દત્ત, કરિશ્મા કપૂર અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં હતાં. તેમણે જણાવ્યું કે, એક સવારે તેમના ઘરે ફોન આવ્યો. સામેની વ્યક્તિએ પોતાનો પરિચય ‘નાના’ તરીકે આપ્યો. સંજયને સમજાયું નહીં કે આ નાના કોણ છે? બાદમાં તેમને ખબર પડી કે ફોન છોટા રાજનનો હતો. ફોન પર તેમને ગાળો આપવામાં આવી. તેમણે તરત જ સંજય દત્તને ફોન કર્યો અને કહ્યું કે, તેમને ઘરેથી બહાર નીકળવામાં મદદ કરે. ત્યારબાદ સંજય દત્તે પોતાના પિતા સુનીલ દત્તની સરકારી ગાડી તેમના ઘરે મોકલી. સંજય ગુપ્તા પાછળના રસ્તેથી એ ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયા. સંજય દત્ત સાથે 9 ફિલ્મોમાં કર્યું કામ સંજય ગુપ્તા અને સંજય દત્તની જોડીએ બોલિવૂડને ઘણી ચર્ચિત ફિલ્મો આપી છે. બંનેએ પહેલી વાર ફિલ્મ 'આતિશ: ફીલ ધ ફાયર' (1994)માં સાથે કામ કર્યું હતું, જે ડિરેક્ટર તરીકે સંજય ગુપ્તાની પહેલી ફિલ્મ પણ હતી. ત્યાર બાદ બંનેએ 'ખૌફ' (2000), 'જંગ' (2000), 'કાંટે' (2002), 'મુસાફિર' (2004) અને 'ઝિંદા' (2006) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આમાંથી 'કાંટે' સૌથી વધુ ચર્ચિત રહી હતી, જેમાં અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી અને મહેશ માંજરેકર પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સંજય ગુપ્તાએ સંજય દત્ત સાથે 'પ્લાન' (2004), 'શૂટઆઉટ એટ લોખંડવાલા' (2007) અને 'દસ કહાનિયાં' (2007) જેવી ફિલ્મોમાં નિર્માતા અને લેખક તરીકે પણ કામ કર્યું હતું. , સંજય ગુપ્તા સંબંધિત આ સમાચાર પણ વાંચો… 'ખોદ્યો પહાડ, નીકળ્યો ઉંદર':'રામાયણ'ના VFX પર સંજય ગુપ્તાનો કટાક્ષ, ડિરેક્ટરે હોલીવુડ ફિલ્મોના ઉદાહરણ આપી કહ્યું- 'કામ બોલવું જોઈએ' 'શૂટ આઉટ એટ વડાલા' ફેમ ડિરેક્ટર સંજય ગુપ્તા ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં એક જૂની ટ્વીટ ફરીથી શેર કરી, જેમાં તેમણે મોટી ફિલ્મોના VFX અને તેમના પ્રમોશનની રીત પર ટિપ્પણી કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Shrinking reach, silent bans: Inside Instagram’s surge in content restrictions
    Next Article
    સ્કૂલમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ KGની વિદ્યાર્થિનીને માર માર્યો:માથામાં ઈંટ મારી, વાળ પકડીને પછાડી; બાળકીની હાલત ગંભીર; કાળજું કંપાવી દે તેવી ઘટના

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment