Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘ-ચિત્તાને લાવવાની વાતો વચ્ચે ગીરમાં 8 સિંહના મોત:5 સિંહબાળ અને 3 સાવજ CDV-બેબેસિયા બીમારીથી તડપીને મર્યા, 2018માં 29 સિંહનાં મોત થયા હતા

    4 days ago

    ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જુદી-જુદી રેન્જમાં સિંહોના મોતથી ફફડાટ મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. આ ઉપરાંત, ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાયા છે. સિંહબાળો સૌથી વધુ ભોગ બન્યા આ રોગચાળાની સૌથી ઘાતક અસર સિંહબાળ (તરૂણ સિંહો) પર જોવા મળી રહી છે. વનવિભાગના જણાવ્યા અનુસાર: લીલીયા રેન્જ: 1 સિંહબાળનું મોત સાવરકુંડલા રેન્જ: 1 સિંહબાળનું મોત સરસિયા રેન્જ: 1 સિંહબાળનું મોત વનવિભાગ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે: રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશન: ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખા જૂથને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. તબીબી તપાસ: જંગલ વિસ્તારમાંથી સૌપ્રથમ અશક્ત અને નબળા દેખાતા સિંહોને શોધીને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલિંગ પ્રક્રિયા: જુદા-જુદા વિસ્તારોમાં સિંહોના જૂથોને તેમના લક્ષણોના આધારે અલગ પાડી, લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત હાથ ધરાઈ છે. રાત્રિ ઓપરેશન: એનિમલ ડોક્ટરોની વિશેષ ટીમો દ્વારા સિંહોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તેવા સિંહોને રાત્રિ દરમિયાન પાંજરે પૂરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. શું છે આ બેબેસિયા રોગ? બેબેસિયા એ એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે, જે મનુષ્યોની સાથે-સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે. તે 'બેબેસિયા' નામના પરોપજીવી (પ્રોટોઝોઆ) દ્વારા ફેલાય છે. મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો (RBCs) પર સીધો હુમલો કરીને તેમનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે, જે આખરે મોતમાં પરિણમે છે. CDV અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) એ એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ છે. સામાન્ય રીતે આ વાયરસ કૂતરાઓમાં જોવા મળે છે, પરંતુ તે સિંહ, વાઘ અને ચિત્તા જેવા વન્યજીવો માટે પણ એટલો જ ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ગીરના સિંહોમાં પણ ભૂતકાળમાંઆ વાયરસના કારણે ઘણા સિંહોના મોત થયા હતા, જેના લીધે આ વિષય ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ભૂતકાળની ઘટનાઓથી વનવિભાગ સતર્ક અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ દલખાણીયા રેન્જમાં સીડીવી (CDV) નામના વાયરસના કારણે 23 કરતા વધુ સાવજોના ટપોટપ મોત થયા હતા, જેના કારણે તત્કાલીન વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. તે જ રીતે ગયા વર્ષે સિંહ વસ્તી ગણતરી બાદ પણ શેત્રુંજી ડિવિઝનના રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં બીમારીના કારણે 15 જેટલા સિંહોના મોત નીપજ્યા હતા. ભૂતકાળની આ કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈને વનવિભાગ આ વખતે વધુ સતર્કતાથી કામ કરી રહ્યું છે. વનવિભાગ અને નિષ્ણાતોનું શું કહેવું છે? ગાંધીનગર વનવિભાગના પીસીસીએફ (PCCF) જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ ઋતુમાં સામાન્ય રીતે સિંહબાળમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળતું હોય છે. જોકે, સિંહોને બેબેસિયા અને અન્ય રોગોથી બચાવવા માટે અમારું સતત મોનિટરિંગ અને ટ્રેકિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ, પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ આ ઘટના અંગે ઊંડો આઘાત વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે પણ આવા સમાચાર મળે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે? સિંહો એ ગુજરાતનું ઘરેણું અને દેશની શાન છે. વનવિભાગ અને સરકારે આ દિશામાં નક્કર પગલાં ભરીને વાયરસ અને આવી બીમારીઓનો કોઈ કાયમી ઉકેલ લાવવો જોઈએ જેથી દર વર્ષે થતા સિંહોના અકાળ મોત અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    બૅન હોવા છતાં રણવીર સિંહ શૂટિંગ કરશે!:'ધુરંધર 3'ના શૂટિંગની અટકળો; એરપોર્ટ પર કો-સ્ટાર અર્જુન રામપાલ સાથે દેખાયો
    Next Article
    જેસરમાં નજીવી બાબતે ઝઘડો:અમે જે ધંધો કરીએ છીએ તે કરીએ, તમારે અમારી ગામમાં પંચાયત નહીં કરવાની તેમ કહી પિતા-પુત્રએ કુહાડી વડે યુવક પર જીવલેણ હુમલો,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment