Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકાના દીકરાના મૈત્રી કરારની અદાવતમાં યુવાન પર હુમલો:પાલીતાણામાં ટેક્સી ડ્રાઇવર પર 8 શખસો પાઇપ, ધોકા અને લાકડીથી તૂટી પડ્યા, ગંભીર ઈજાઓ સાથે યુવક ભાવનગર રીફર

    21 hours ago

    પાલીતાણાના તળેટી રોડ પર સુખસાગર હોટલ સામે ઉભા રહેલા ટેક્સી ડ્રાઇવર પર મૈત્રી કરારની જૂની અદાવતમાં બે ગાડીમાં આવેલા 8 શખ્સોએ પાઇપ, ધોકા અને લાકડી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.જ્યાં સારવાર બાદ યુવકે પાલીતાણા ટાઉન પોલીસ મથકે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, ધોકા-પાઈપ સાથે યુવક પર શખસો તૂટી પડ્યા પાલીતાણાના પચાસ વારીયા વિસ્તારમાં કોર્ટની પાછળ રહેતા અને ટેક્સી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મજીદભાઈ ઓસમાણભાઈ સમા ઉ.વ.38 પોતાની ઈકો ગાડી નં. GJ 04 CR 1692 લઈને સવારના સાડા દસેક વાગ્યે તળેટી રોડ પર સુખસાગર હોટલ સામે ઉભા હતા. તે સમયે આશરે પોણા અગિયાર વાગ્યાના સુમારે બે ફોરવ્હીલ ગાડીઓ ત્યાં આવી પહોંચી હતી.ગાડીઓમાંથી રેહાન રફિકભાઈ રહે. મહુવા - લાકડી સાથે, નવાજભાઇ હનીફભાઈ રહે. મહુવા - ધોકા સાથે સમીર સફિભાઈ ગાહા રહે. ડુંગર, જી. અમરેલી-પાઇપ સાથે, રઈસ યુનુસભાઈ ગાહા રહે. તાતણીયા, તા. જેસર - ધોકા સાથે તથા અન્ય 4 અજાણ્યા શખ્સો મળી કુલ 8 જણા હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. તેમણે કોઈ પણ વાતચીત કર્યા વગર મજીદભાઈ પર અચાનક હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત યુવકને ભાવનગરની હોસ્પિટલમાં રીફર કરાયો હુમલા દરમિયાન સમીર નામના શખ્સે મજીદભાઈના માથામાં પાઇપનો ઘા મારી દેતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. ત્યારબાદ તમામ શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે બેફામ માર માર્યો હતો. આજુબાજુ ટેક્સીવાળા વચ્ચે પડતા મજીદભાઈનો વધુ માર મારતા બચાવ્યો હતો. હુમલાખોરો જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની ગાડીઓમાં ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મજીદભાઈને તાત્કાલિક ધોરણે પાલીતાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર, માથામાં મૂઢ ઈજાઓ તથા બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું માલૂમ પડ્યું હતું. પાલીતાણાના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે તેઓને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, 8 શખસો સામે ગુનો નોંધાયો આ હુમલાનું કારણ માં જણાવ્યું હતું કે, મજીદભાઈના કાકા હારૂનભાઈના દીકરા અસલમે આશરે 10 દિવસ પહેલા મહુવા ખાતે રહેતા રફીકભાઈની દીકરી જસ્મીન સાથે મૈત્રી કરાર કર્યા હતા, આ બાબતે રફીકભાઈ તથા તેમના સગા-સંબંધીઓ મનદુઃખ રાખી માર મારવાની અને ધમકીઓ આપતા હતા. મજીદભાઈએ આ બાબતે સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમની સાથે પણ અદાવત રાખી આ ખૂની હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે., આ બનાવ અંગે ઈજાગ્રસ્ત મજીદભાઈ સમાએ હોસ્પિટલથી આઠ શખ્સો સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતામાં દુર્ગા પંડાલમાં નાસભાગ, 17નાં મોત:25 ઘાયલ, સ્ટ્રક્ચર તૂટી પડવાની આશંકા, ઘાયલોની સંખ્યા વધી શકે છે
    Next Article
    'વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને..':વીકએન્ડમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ખેલૈયાઓ લડી લેવાના મૂડમાં, વડોદરામાં LVP જવાના રોડ પર ટ્રાફિકજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment