Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 સંતાનોના પિતાનું સગીરા સાથે દુષ્કર્મ:અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર 48 વર્ષીય આરોપી ઝડપાયો

    9 hours ago

    સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ધમકી અને અશ્લીલ તસવીરો વાયરલ કરવાના ગંભીર આરોપ હેઠળ 48 વર્ષીય આરોપી સામે ગુનો નોંધાયો છે. આરોપી મામૈયા તોગાભાઈ વાટુકિયા (રહે. સહજાનંદ સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત) પીડિતાનો મોંબોલો મામો થતો હતો અને પીડિતાની માતા તેને રાખડી બાંધતી હતી. નવેમ્બર-ડિસેમ્બર 2019થી શરૂ કરીને 20 ઓગસ્ટ સુધી અલગ-અલગ સમયે આરોપીએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્લેકમેઇલિંગ અને વારંવાર દુષ્કર્મ આરોપી જમીન દલાલીનું કામ કરતો હતો અને પીડિતાના પરિવાર સાથે ઘરોબો કેળવી ઘરે અવારનવાર આવતો-જતો હતો. આ દરમિયાન તેણે પીડિતાની તેની મિત્ર સાથેની વ્હોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ મેળવી લીધા હતા. આ ચેટ વાયરલ કરવાની ધમકી આપી તેણે પીડિતા પર દબાણ બનાવી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો અને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ પીડિતા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ફોટો વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ આટલેથી ન અટકતાં આરોપીએ પીડિતાની અંગત તસવીરો તેમજ માંગમાં સિંદૂર ભરતા અને હાર પહેરાવતા ફોટા સમાજના ગ્રૂપમાં વાયરલ કરી દીધા હતા. વર્ષ 2023માં પીડિતાના પિતાનું અવસાન થયા બાદ આરોપી ઘરના નાના-મોટા ખર્ચ ઉઠાવતો હતો. આ અગાઉ પરિવારે તેની સાથે બે વખત સમાધાન પણ કર્યું હતું, જેમાં એક વાર રૂ. 2 લાખ અને બીજી વાર રૂ. 60 હજારમાં પતાવટ થઈ હોવાની વિગતો સામે આવી છે. 48 વર્ષીય આરોપી પોતે 8 સંતાનોનો પિતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 48 વર્ષીય આરોપી પોતે 8 સંતાનો (7 દીકરી અને 1 દીકરો)નો પિતા છે, જેમાંથી તેની બે દીકરીઓ પીડિતા કરતાં પણ મોટી છે. લસકાણા પોલીસે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો (POCSO) એક્ટ તેમજ આઈટી (IT) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    10 ગંભીર ગુનેગારોની તાત્કાલિક જેલ બદલી:લાજપોર જેલમાંથી પ્રવીણ રાઉત સહિત 10 કુખ્યાત કેદીઓની અન્ય જેલમાં બદલી, ગુનાહિત નેટવર્ક તોડવા મોટો નિર્ણય
    Next Article
    ખંભાતમાં ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી:રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment