Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા:સવારે 4:15થી 8:57 વાગ્યા સુધીમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો; સિસ્મોલોજી વિભાગની સતર્ક રહેવા અપીલ

    12 hours ago

    અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક ગામોની ધરા ધ્રુજી સવારના સમયગાળામાં વિવિધ તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા. સવારે 4:15 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, ત્યારબાદ 4:16 વાગ્યે 2.3, 4:24 વાગ્યે 1.0, 4:57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7:15 વાગ્યે 3.5 (લગભગ), 7:51 વાગ્યે 1.5 અને 8:57 વાગ્યે 1.5 તીવ્રતાના આંચકા નોંધાયા હતા.આ આંચકાઓની અસર મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, છતાં સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ:13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ
    Next Article
    બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:100થી વધુ CCTV ખંગાળીને પોલીસે ત્રણને દબોચ્યા, સાંતેજમાં સુપરસીટી લક્ઝરીયા-3 સાઈટ પરથી કરી હતી ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment