Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પિતાનું દારૂ પીવાથી મોત, માતા મૂકીને જતી રહી':ધો-8ના વિદ્યાર્થીનું પોલીસ બનવાનું સપનું, રાજકોટમાં 33 અનાથ બાળકને સરકારની મહિને ₹3000ની સહાય

    20 hours ago

    ગુજરાત સરકાર અનાથ બાળકો માટે નાથ બની છે. રાજ્યના એવા બાળકો કે જેમને માતા અને પિતા બંને ગુમાવી દીધા છે તેમના માટે પાલક માતા - પિતા યોજના છે. જેમાં પરિવારના જે કોઈ પણ વ્યક્તિ બાળકોને સાચવે તેને દર મહિને સરકાર તરફથી ₹ 3,000ની સહાય આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા અનાથ બાળકોનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે, રાજકોટમાં 63 બાળક એવા છે કે જેમને માતા કે પિતા કોઈ નથી. 33 બાળકના પાલક માતા-પિતાને સહાય મળી રહી છે માતા-પિતા વગરના બાળકોને સહાય મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવતા હાલ 33 બાળકના પાલક માતા-પિતાને સહાય મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ સહાય મેળવતા દાદી કહે છે કે, મારા પુત્ર અને પુત્રવધૂનું નિધન થયા બાદ એક દીકરો અને બે દીકરીનું ભરણપોષણ સરકારી સહાયની મદદથી જ કરું છું. જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેના પિતાનું નિધન થયા બાદ માતા તેને છોડીને ચાલી ગઈ. જેથી હાલ દાદા-દાદી તેનું ભરણપોષણ કરે છે અને આ દીકરાની ઈચ્છા ભવિષ્યમાં પોલીસ ઓફિસર બનવાની છે. 'દીકરાને 18 વર્ષ, દીકરીને 21 વર્ષ સુધી સહાય' રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું હતું કે, અમારા નવનિયુક્ત શાસનાધિકારી રમેશ જેઠવાને અભિનંદન આપું છું કે, એમને એમના જે ભૂતકાળના અનુભવો છે એમાંથી આ આપણી સ્કૂલના ગરીબ બાળકો માટે થઈને સતત વિચાર કરતા હોય છે. પાલક માતા-પિતા યોજના એ રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે.જે બાળકના માતા-પિતા ન હોય અને એ કોઈ આશ્રિત એટલે કે એને કોઈ પાલક પિતા તરીકે કે માતા તરીકે મોટા કરતા હોય તો એવા બાળકને રાજ્ય સરકાર તરફથી દર મહિને ₹3,000 જેવી સહાય મળે છે. દીકરો હોય તો 18 વર્ષ અને દીકરી હોય તો 21 વર્ષ સુધી આ સહાય આપવામાં આવે છે. સૌથી સારી બાબત કે દીકરીને 21 વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ એના લગ્ન થાય ત્યારે રાજ્ય સરકાર તરફથી ₹2 લાખનું એને વળતર આપવામાં આવે છે. 'જે લોકો બાળકને સાચવે છે એમને ખર્ચ મળે' તો આ એટલી બધી ખૂબ સારી સંવેદનશીલ આખી યોજના છે. જેથી હું ભુપેન્દ્ર પટેલ અને સરકારને અભિનંદન આપું છું કે જે ગરીબ બાળકનું કોઈ નથી, માતા-પિતા નથી, તો એવા કિસ્સામાં જે લોકો રાખે છે એમને પણ થોડોક ખર્ચ નીકળે, બાળકને કાંઈ નાનો-મોટો ખર્ચો જે થતો હોય એ એમને ન ભોગવવો પડે એટલા માટે થઈ સરકારે આ ખૂબ સરસ અને સુંદર યોજના છે. 'બાકી 30 બાળકના પણ ડોક્યૂમેન્ટની કાર્યવાહી પૂર્ણ થઈ' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકારી સ્કૂલમાં હાલ 63માંથી 33 બાળકને આ સહાય હાલ મળે છે અને 30 બાળક જે બાકી હતા એમના પણ પેપર ડોક્યુમેન્ટ બધા લઈ અને આખી કાર્યવાહી પૂર્ણ કરી છે. એટલે આગામી દિવસમાં આ 63 બાળકને દર મહિને ₹3,000 મળતા થઈ જાય એવું ખૂબ સરસ મજાનું આયોજન શાસનાધિકારીએ કર્યું છે. અમારી 93 સ્કૂલમાં અંદાજે 34 હજાર બાળક અભ્યાસ કરે છે, ત્યારે તમામ શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવશે કે આ પ્રકારના જે બાળકો જે સ્કૂલ પાસે છે એ અમે શોધી શકીએ. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિવાયની સ્કૂલમાં આવા કોઈ બાળકો હોય તો તેના માટે પણ આ સહાય મળવાપાત્ર છે. 'દારૂ પીવાથી પિતાનું મોત, માતા મકીને જતા રહ્યા' વિદ્યાર્થી રોહિત ખીમસૂરિયાએ જણાવ્યું હતું કે, ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પિતા હરેશભાઈ દારૂ પીતા હતા તેને કારણે મૃત્યુ પામ્યા અને માતા નાનો હતો ત્યારે મૂકીને ચાલ્યા ગયા હતા. હું રાજકોટ શહેરની પે સેન્ટર શાળા નંબર 15માં અભ્યાસ કરું છું. હું હાલ મારા દાદી, મામા અને કાકા સાથે રહું છું. સરકારી સહાય આવી રહી છે. જેનાથી ફાયદો થાય છે. દેશની રક્ષા કરવા મોટા થઈ પોલીસ બનવું છે. 'પુત્રનું મોત થયું, પૂત્રવધુ ભાગી ગઈ' પાલક માતા જસીબેન ફાતાભાઈએ જણાવ્યુ હતું કે, મારો છોકરો હતો. તેને પેટમાં કેન્સરની ગાંઠ થઈ ગઈ હતી. 22 વર્ષની ઉંમર હતી. એના લગ્ન કરી દીધા હતા પરંતુ તે મૃત્યુ પામ્યો. જે બાદ પૂત્રવધુ ભાગી ગઈ અને છોકરીઓ મારી પાસે છે. શાળામાંથી અનીતાબેને કહ્યું કે બે દીકરીઓ છે તમારી તો એનું ફોર્મ ભરો. અમે ફોર્મ ભરાવ્યું તો મહિને ₹3,000 સહાય આવે છે. સહાયનો ઉપયોગ એના પાલન-પોષણ, ખાવા-પીવા, કપડા ખરીદવા અને દવાખાના પાછળ વાપરીએ છીએ. એક દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એક પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. '₹ 3000 સહાય મળે છે, પાલનપોષણ કરીએ છીએ' જ્યારે અન્ય પાલક માતા જયાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, દીકરાનો દીકરો સ્કૂલે ભણવા જાય છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. ₹ 3000ની શિષ્યવૃત્તિ મળે છે, તેમાંથી તેનું પાલનપોષણ કરીએ છીએ. મારા પુત્રને હૃદયરોગનો હૂમલો આવ્યો અને તે બાદ વહુ મૃત્યુ પામી. હાલ એક દીકરો અને બે દીકરીનું ભરણપોષણ કરું છું. દર મહિને બાળક દીઠ રૂ.3,000ની સહાય મળે છે.
    Click here to Read More
    Previous Article
    Apple’s iCloud Private Relay May Expose Users' Real IP Addresses Due to WebKit Flaws: Report
    Next Article
    સુરતમાં હિટ એન્ડ રન, મેડિકલ સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોઈડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, ઈન્ટરનલ બ્લીડિંગ-ઓર્ગન ડેમેજથી નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment