Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 જગ્યા માટે 20,000થી વધુ ઉમેદવારો મેદાને:અમદાવાદના 25 સેન્ટર પર GPSC વર્ગ-2ની પરીક્ષા યોજાઈ, રોજગારીની તકો વધારવા ઉમેદવારોની માગ

    19 hours ago

    આજે 6 સપ્ટેમ્બરે GPSC દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા યોજઈ હતી. અમદાવાદ શહેરમાં 25 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 8 જગ્યા માટે 20 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી છે. અગાઉ 8 ઓગસ્ટના જનરલ નોલેજની પરીક્ષા બાદ આજે બીજી પરીક્ષાનું આયોજન કરાયું હતું. કોઈ ગેરરિતી ન થાય તે માટે તમામ સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હજુ ખાલી રહેલી જગ્યાઓ ભરવા ઉમેદવારોની માગ વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા હતા. આજના પેપરમાં જાહેર વહીવટ, વહીવટી કૌશલ્ય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને નાણાકીય વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા. સવારે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી પરીક્ષા લેવાઈ હતી. ઉમેદવારોની હોલ ટિકિટ ચેક કર્યા બાદ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરીને પ્રવેશ અપાયો હતો. પારદર્શક બોટલ પરના સ્ટીકર પણ ઉખાડી નખાયા હતા. નોકરીની સાથે તૈયારી કરવી ખૂબ અઘરીઃ પરીક્ષાર્થી ઉમેદવાર કાન્હા ચુનારાએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. અત્યારે સચિવાલયમાં ઓસિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છું, જેમાં થોડી પાબંધીઓ હોવાના કારણે પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી છે. સમય પણ તે જ પ્રકારે મેનેજ કરવો પડતો હોય છે. ખાલી પડેલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવાની માગ સાથે કાન્હા ચુનારાએ જણાવ્યું કે, GPSCમાં પરીક્ષા લેવામાં આવે છે, જેમાં થોડા સુધારાની જરૂરી છે. સરકારે પણ રોજગારી માટેની તકો વધારવાની જરૂર છે. જે પણ જગ્યાઓ ખાલી પડ્યું છે તેને ઝડપથી કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છીએ. પરીક્ષામાં પારદર્શકતા રહે તો ઉમેદવારોને ફાયદોઃ દિનેશભાઇ રાજુલાથી આવેલ ઉમેદવાર દિનેશભાઇએ જણાવ્યું કે, બે ફેઝમાં પહેલી પરીક્ષા GKની લેવાઈ ગઈ અને બીજી પરીક્ષા લેવામાં આવી રહી છે. આજની પરીક્ષાને લઈને તૈયારીઓ પણ ખૂબ કરી છે. છેલ્લા 5 વર્ષથી અલગ અલગ સરકારી પરીક્ષા માટેની તૈયારીઓ કરું છું. પરીક્ષા પાસ થઈ જઈએ તેવી આશા સાથે આજે પરીક્ષા આપવા માટે આવ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    દુનિયાના નવા નકશા પર ભારતનો વિરોધ:કહ્યું- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભ્રામક રીતે દર્શાવવું મંજૂર નથી; અમારી સીમાઓ અટલ, તેમાં કોઈ સમાધાન નહીં
    Next Article
    નિકોલમાં ચાલુ મારુતિ વાનમાં આગ લાગી:ઘૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા, ચાલક બહાર નીકળી જતાં બચ્યો, ફાયરબ્રિગેડે આગ કાબુમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment